સુરત જિલ્લાના માંગરોળ તાલુકા તથા કીમ-પીપોદરા વિસ્તારના DGVCLને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત સંદર્ભે,ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલને તેમજ માન. મંત્રી ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં,ઉદ્યોગપતિઓ સાથે મળી રજૂઆત કરવામાં આવી હતી.જેમાં મુખ્યત્વે,માંગરોળ તાલુકાના લીંડીયાત અથવા પીપોદરા નજીક વિસ્તારમાં DGVCL ની એક ડિવિઝન ઓફિસ આપવામાં આવે તથા આ વિસ્તારમાં નવા 66kv સબ સ્ટેશન તથા નવા ફિડરો મંજૂર કરવામાં આવે,તથા છેલ્લા ઘણા દિવસોથી વિજ-સપ્લાયમાં જે વારંવાર રુકાવટ આવે છે તેનો નિકાલ લાવવામાં આવે,તે અંગેની રજૂઆતો લેખિત સ્વરૂપે આપવામાં આવી હતી.
જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ દિનેશભાઈ નાવડિયા, FOGWA પ્રેસિડેન્ટ અશોકભાઈ જીરાવાલા,માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસિયેશનના ધીરુભાઈ શાહ,પ્રવીણભાઈ દોંગા,કિરણભાઈ ઠુંમર,જગજીવનભાઈ ગોંડલીયા, આશિષભાઈ સવાણી સહિત તમામ ઉદ્યોગપતિઓ રજૂઆતમાં સાથે જોડાયા હતા.તથા ઉપરોક્ત પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી બાહેધરી મંત્રી પાસેથી લેવામાં આવી હતી.