બારડોલી : મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના શૈલેષભાઈ માનસિંગભાઈ તેમજ ચિરાગભાઈ જ્યંતીભાઈ નાઓને અંગત રાહે બાતમી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડિયાનો ભાઈ બુટલેગર પ્રકાશ વાંસફોડિયા(રહે.સૂર્યકિરણ રેસિડેન્સી,મોતાગામ મૂળ.રહે.ભુરીફળિયા અંત્રોલી) ગંગાધરા ખાતે આવનાર છે જે બાતની આધારે પોલસે વોચગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.
જેની સઘન પૂછપરછ કરવામાં આવતા વર્ષ 2019માં પલસાણા પોલિસ મથક વિસ્તારમાં પ્રોહીબિશનના અલગ અલગ ગુન્હામાં વોન્ટેડ હતો અને તાજેતરમાં જ કડોદરા પોલિસ મથક વિસ્તારમાં ભુરીગામ ખાતે પોતાના ભાઈ ઈશ્વર
વાંસફોડિયાના જામીન મજૂર થતા જેલમાંથી છૂટ્યા બાદ કારમાં સરઘસ કાઢવામાં બદલ જાહેરનામના ભંગના ગુન્હામાં પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રકાશ વાસફોડયા પ્રોહીબિશનના ગુન્હામાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે વર્ષ 2015 થી લઈ 2020 સુધી પલસાણા કડોદરા,વલસાડ પોલીસ મથક મળી 12 જેટલા ગુન્હા પ્રકાશના માથે નોંધાઈ ચુક્યા છે.


