બારડોલી: પલસાણા તાલુકાના અંત્રોલી,ભુરી ફળીયાનો રહીશ કુખ્યાત લીસ્ટેડ બુટલેગર ઈશ્વર રમેશભાઈ વાસફોડીયા તેના સાગરીતો સાથે મળી સુરત ગ્રામ્ય જિલ્લામા ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી,ગેરકાયદેસર હથીયાર રાખવા,તથા મારામારી, ખુનની કોષીશ વિગેરે અલગ અલગ ગુનાઓ આચરેલ હોય જેથી તેને ઝડપી પાડી જેલ હવાલે કરવામા આવેલ હતો.જે ગુનાઓમા નામદાર કોર્ટમાથી જામીન ઉપર તાજેતરમા મુક્ત થયેલ હતો અને જામીન ઉપર મુક્ત થતાની સાથે પોતે સરઘસ કાઢી ફરી પોતાની ગુનાહીત પ્રવૃત્તિ ચાલુ કરતા સદર કુખ્યાત બુટલેગર ઈશ્વર રમેશ વાસફોડીયાને કાયદાકીય રીતે નાથવા માટે બી.કે.ખાચર. પોલીસ ઇન્સ્પેક્ટર. એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા કે.જે.ધડુક. પોલીસ ઈન્સ્પેક્ટર, કડોદરા જી.આઈ.ડી.સી પો.સ્ટે એ ઈશ્વર વાસફોડીયા વિરુધ્ધમાં પાસા દરખાસ્તની જરૂરી કાર્યવાહી કરી સુરત જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલવામાં આવી હતી.જેમા જિલ્લા મેજીસ્ટ્રેટએ કુખ્યાત માથા ભારે ઈશ્વર વાસફોડીયાને નાથવા માટે પાસા હેઠળ અટકાયતામા લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા માટે પાસા વોરંટ ઈશ્યુ કરી,જિલ્લા એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓને સુપ્રત કર્યો હતો.જેમા માથાભારે ઈશ્વર વાસફોડીયા જામીન મુક્ત થતાની સાથે ફરાર થઈ ગયેલ હોય જેથી પાસા હેઠળ ઝડપી પાડવા માટે બી.કે.ખાચર. પોલીસ ઇન્સ્પેક્ટર તથા કે.જે.ધડુક. પોલીસ ઈન્સ્પેક્ટરએ અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ કરી,કામરેજ તેની બીજી પત્નિના ઘરે આવેલ હોવાની હકિકતના આધારે વોચ ગોઠવી તેને ઝડપી પાડી પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલી કાયદેસરની કાર્યવાહી હતી.


