સુરત જિલ્લાનો રેડ ઝોન ગણાતો પલસાણાના ચલથાણ અને બલેશ્વર વચ્ચેનો ને.હા 48 જ્યાં અલગ અલગ જગ્યાએ ઓવર બ્રિજ બનાવવા મુદ્દે ફરી લડત શરૂ

HM News
3 Min Read

બારડોલી : સુરત જિલ્લાનો રેડ ઝોન ગણાતો પલસાણાના ચલથાણ અને બલેશ્વર વચ્ચેનો ને.હા 48 જ્યાં અલગ અલગ જગ્યાએ ઓવર બ્રિજ બનાવવા મુદ્દે ફરી લડત શરૂ થઈ છે.નેશનલ હાઇવે ઓથોરેટી દ્વારા સને 2017 માં ગ્રાન્ટ ફાળવાયા બાદ પણ હજુ કામ ચાલુ નહીં થતા સ્થાનિક આગેવાનો એ લડત શરૂ કરી છે.અને તાકીદે કામ નહીં શરૂ થાય આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.સુરત જિલ્લામાં સૌથી વધુ ઔદ્યોગિક એકમ ધરાવતો પલસાણા તાલુકાના કડોદરા નગરમાં આવેલ સી.એન.જી.પંપની સામેના કટ થી લઈ કરણ ગામ સુધી ને.હા.48 પર બને બાજુએ ટ્રાફિક સમસ્યા વકરી રહી છે.

તો બીજી તરફ કડોદરા CNG પંપના કટ તેંમજ ચલથાણ પ્રિન્સ હોટલના કટ તેમજ કરણ ગામનો કટ અને બલેશ્વર સંસ્કાર વિદ્યા સંકુલ સામે આવેલ કટ પર વખતો વખત અનેક નિર્દોષો એ માર્ગ અકસ્માત માં જીવ ગુમાવ્યા છે.ત્યારે આ સમસ્યા નિવારણ માટે સને 2017 ની સાલ માં તત્કાલીન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા સરકાર માંથી છ લેન નો હાઈ વે માટે 246 કરોડ ની ગ્રાન્ટ ફાળવી હતી.પરંતુ એ વાત ને પણ 5 વર્ષ વીતી જવા છતાં હજુ કામ ચાલુ થયું નથી.લોકો ની માંગણી મુજબ બલેશ્વર,ચલથાણ,કરણ નજીક ઓવરબ્રિજ તેમજ સર્વિસ રોડ તાકીદે બનાવવામાં આવે.પરંતુ આ બાબતે કોઈ કામગીરી નહીં કરાતા સ્થાનિક આગેવાનો આસપાસની ગામોના સરપંચ તેમજ ઉપ સરપંચ તેમજ આગેવાનોએ તંત્ર ને તેમજ બારડોલી ધારાસભ્ય સહિત આગેવાનો ને ફરિયાદ કરી ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે. અગાઉ પણ ચલથાણ ગામે જ મળેલ બેઠકમાં માર્ગ મકાન ખાતા અધિકારીઓ અને સ્થાનિક રહીશો,વ્યાપારીઓ હાજર રહ્યા હતા.

સામાન્ય રીતે અહીં ટ્રાફિક સમસ્યા વક્રી રહી છે.પરંતુ અહીં સુગર ફેકટરી સાથે શાળા પણ આવેલી છે.જેથી સ્થાનિક રહીશો દ્વારા રેલવે ઓવરબ્રિજ પહેલા અંડર પાસ બનાવવા માં આવે તેવી માંગ કરી હતી. હાલ ની સ્થિતિ મુજબ ચલથાણ નજીક નેશનલ હાઈ વે નમ્બર 48 પર છાસ વારે ટ્રાફિક જામ ના પણ દ્રશ્યો અહીં સર્જાય છે.જેથી અહીં ઓવરબ્રિજ અને સર્વિસ રોડ બનાવી સમસ્યા નો ઉકેલ આવે એ માંગ સાથે આસપાસ ના 12 થી વધુ ગામ ના સરપંચો એ લડત ઉપાડી છે.અને નજીક ના દિવસો માં કામગીરી નહીં કરાય તો ઉગ્ર આંદોલન અને હાઈ ચક્કાજામ ની પણ ચીમકી આપવામાં આવી છે.ચર્ચા મુજબ સામી ચૂંટણીએ ભાજપના જ આગેવાનોએ તંત્ર વિરુદ્ધ આંદોલન કરવા કમિટી રચતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *