By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત જિલ્લામાં એક મહિનામાં 33.40 ઇંચ વરસાદ સાથે કુલ 57.22 ટકા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત જિલ્લામાં એક મહિનામાં 33.40 ઇંચ વરસાદ સાથે કુલ 57.22 ટકા
GeneralSurat

સુરત જિલ્લામાં એક મહિનામાં 33.40 ઇંચ વરસાદ સાથે કુલ 57.22 ટકા

HM News
Last updated: 14/07/2022 6:25 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરત જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ધબધબાટી બોલાવ્યા બાદ આજે સાવ ધીમા પડયા છે.પરંતુ છેલ્લા દસ દિવસમાં સુરત શહેર અને જિલ્લા થઇને કુલ સરેરાશ ૨૫ ઇંચ વરસાદ ખાબકયો છે.આ વરસાદની સાથે જ છેલ્લા પાંચ વર્ષમાં એક મહિનામાં જે વરસાદ નોંધાયો છે.તે પાંચેય વર્ષના વરસાદના આંકડા તોડતો વરસાદ આ વર્ષે જુલાઇ-૨૦૨૨ માં ૩૩.૪૦ ઇંચ અને સરેરાશ ૫૭.૨૨ ટકા નોંધાયો છે.

સુરત જિલ્લામાં આજે દિવસના મહુવામાં બે ઇંચ,માંડવી અને પલસાણામાં દોઢ ઇંચ,બારડોલી એક ઇંચ, ઉમરપાડા અડધો ઇંચ તેમજ સુરત શહેરમાં ૮ મિ.મિ સિવાય અન્ય તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.આમ વરસાદ આજે ધીમો પડયો હતો.પરંતુ જુલાઇ મહિનાની શરૃઆત સાથે જ મેધરાજાએ જે ધબધબાટી બોલાવી છે.તેના કારણે સુરત જિલ્લામાં આ દસ દિવસમાં સરેરાશ ૨૫ ઇંચ વરસાદ નોંધાયો છે.આ વરસાદની સાથે જ સુરત શહેર અને જિલ્લાનો મૌસમનો કુલ વરસાદ ૮૩૫ મિ.મિ અને સરેરાશ ૩૩.૪૦ ઇંચ વરસાદ વરસ્યો છે.આ વરસાદમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં ૫૬.૦૮ ઇંચ અને ૭૭.૪૪ ટકા તેમજ સૌથી ઓછો વરસાદ માંડવી તાલુકામાં ૨૪.૩૬ ઇંચ અને ૪૦.૨૭ ટકા નોંધાયો છે.આ વર્ષે ૧૧ જુનથી મેઘરાજાની પધરામણી થઇ હતી.અને છેલ્લા એક મહિનામાં આ વરસાદ નોંધાયો છે.

આ વરસાદના આંકડા જોતા છેલ્લા વીસ વર્ષથી આખા વર્ષ દરમ્યાન સુરત જિલ્લામાં સરેરાશ ૫૫ થી ૫૮ ઇંચ વરસાદ નોંધાય છે.આ વર્ષ-૨૦૨૨ ના આંકડા જોતા અત્યાર સુધીમાં સુરત જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૫૦ ટકાથી પણ વધુ ૫૭.૨૨ ટકા વરસી ચૂકયો છે.છેલ્લા પાંચ વર્ષમાં ફકત અડધા જુલાઇ મહિના સુધીમાં આટલો વરસાદ કયારે વરસ્યો નથી.આથી પાંચ વર્ષના વરસાદના રેકોડ આ વર્ષે તુટયો છે.હજુ જુલાઇ અડધો અને ઓગસ્ટ,સપ્ટેમ્બર આખો મહિનો બાકી હોવાથી

રાહુલ ગાંધી વિશે ટીવી શૉમાં વાત કરવા બદલ કોંગ્રેસ નેતાએ સુધીર ચૌધરીને નોટિસ મોકલી
ભાણીયાએ માસીને કહ્યું, મારા માસા તમને પ્રેમ નથી આપતા પરંતુ હું તમને તમામ ‘સુખ’ આપીશ અને…
વિદેશી ધરતી પર ગુજરાતીને ધોળા દિવસે ધમકાવતો ખાલિસ્તાની : જુઓ વિડિઓ
બટેટા-ટમેટાના ભાવ કાબૂમાં રાખવા રાજકારણમાં નથી આવ્યોઃ ઈમરાન ખાન
કૉંગ્રેસને ફરીથી ધબકતી કરવા નેતૃત્વનો પ્રશ્ન હલ કરવાની જરૂર : થરૂર
Share This Article
Facebook Email Print
Previous Article કેરી ખરીદવાના બહાને ગણદેવીના વેપારી સાથે રૂ.64,800 ની ઠગાઈ
Next Article સુરતમાં 150સેન્ટર પર કોરોના વેક્સિનનો મફત પ્રિકોશન ડોઝ અપાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up