બારડોલી : સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લેતું. દિન પ્રતિદિન આંકડાઓ વધવાની સાથે સાથે નવા વિસ્તારોમાં પણ કોરોના પ્રવેશ કરી રહ્યો છે. આજરોજ બપોર સુધીમાં સુરત જિલ્લામાં નવા 77 કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ સંખ્યા 1291 પર પહોંચી છે.
સુરત જિલ્લામાં કોરોનાને નાથવો મુશ્કેલ બન્યો છે દિન પ્રતિદિન કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.આજરોજ બપોર સુધીમાં જિલ્લામાં નવા 77 કેસ નોંધાય ચૂક્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે. આજરોજ બપોર સુધીમાં ચોર્યાસી તાલુકામાં નવા 24,ઓલપાડમાં 8,કામરેજમાં 15, પલસાણામાં 7, બારડોલીમાં 16, મહુવામાં 1, માંડવીમાં 6, માંગરોળમાં 1 કેસ સાથે જિલ્લામાં નવા 77 કેસ નોંધાયા છે.આ સાથે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1291 કેસ નોંધાય ચૂક્યા છે. જિલ્લામાં વધી રહેલ કોરોના દર્દીઓની સંખ્યાને લઈ આરોગ્ય વિભાગમાં ચિતા જોવા મળી રહી છે.