બારડોલી : સુરત જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 1000ની ઉપર પહોંચી ગઈ છે. જિલ્લામાં બપોર સુધીમાં નવા 96 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઇ છે.દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોનો વધારો થતા હવે લોકોમાં પણ કોરોનાનો ડર પુન: ઉભો થયો છે.આજરોજ જિલ્લામાં સૌથી વધુ કેસ ચોર્યાસી તાલુકામાં નોંધાયા છે.બપોર સુધીમાં ચોર્યાસી તાલુકામાં 24 કેસ નોંધાય ચૂક્યા છે.
સુરત જિલ્લામાં કોરોના વિસ્ફોટક બન્યો છે આજરોજ બપોર સુધીમાં રેકોર્ડ બ્રેક નવા 96 પોઝીટીવ કેસ નોંધાયા છે.સુરત જિલ્લામાં ચોર્યાસી તાલુકામાં 24 કેસ નોંધાયા છે.જ્યારે કામરેજ તાલુકામાં 19, મહુવા તાલુકામાં 5,માંગરોળમાં 7,ઓલપાડમાં 13,પલસાણા 18,બારડોલી તાલુકામાં 6 અને ઉમરપાડા તાલુકામાં નવા 4 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.બપોર સુધીમાં નવા 96 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 1057 પર પહોંચી છે.જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલ વધારાને લઈ હવે લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે.


