બારડોલી : સુરત જિલ્લામાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.બપોર સુધીમાં નવા 76 કેસ નોંધાય ચૂક્યા છે.જિલ્લામાં વધતાં જતાં કેસોને લઈ આરોગ્ય વિભાગ પણ મૂંઝવણમાં મુકાયું છે.જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંક 1670ને પાર પહોંચ્યો છે.ફરી એકવાર કામરેજમાં સૌથી નવા 16 કેસ નોંધાય ચૂક્યા છે.
સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત થઈ રહેલ વધારાથી આરોગ્ય વિભાગ પણ મૂંઝવણમાં મુકાયું છે.જિલ્લામાં આજરોજ બપોર સુધીમાં નવા 76 કેસ નોંધાય ચૂક્યા છે.આ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1670 નો આંક વટાવી ગઈ છે.જેમાં સૌથી વધુ કામરેજ તાલુકામાં 16 કેસ નોંધાયા છે. વધતાં જતાં કેસોને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.જ્યારે માંગરોળ તાલુકામાં 10,બારડોલીમાં 10,ઓલપાડમાં 7,મહુવા 6,પલસાણા 10,માંડવી-8, ચોર્યાસીમાં 9 કોરોનાના કેસ નોંધાયા છે.ચેપગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો : બપોર સુધીમાં નવા 76 કેસ

Leave a Comment