– દર્શન નાયક દ્વારા કરાઈ રજુઆત,દબાણ કરનાર ઝીંગા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ
– ઝીંગાતળાવને કારણે સમગ્ર્ વિસ્તારના પર્યાવરણ અને લોકોની આજીવિકાને અસર
સુરત,તા.૨૭ : સુરત જીલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં સરકારી જમીનોમાં ગેરકાયેદ દબાણ કરી ધમધમતા ગેરકાયદે ઝીંગા તળાવોને દુર કરવાની માંગ સાથે સહકારી અને ખેડુત અગ્રણી તથા ગુજરાત કોગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રી અને મહેસુલ વિભાગના સચિવને લેખિતમાં રજુઆત કરી સરકારને મહેસુલી આવકમાં થઈ રહેલ નુકસાની અંગે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે.
દર્શન નાયક દ્વારા કરવામાં આવેલી ધારદાર રજુઆતમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલ ગામોના દરિયાઇ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેર કાયદેસર રીતે ઝીંગા ના તળાવો બનાવી દેવામાં આવેલ છે.જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થયેલ છે.આ સાથે જાડેલ જે તે સમયનાં સ્થાનિક સરપંચોઍ પોતાના લેખિત પત્રમાં લોકો
ગેર-કાયદેસર રીતે ઝીંગા ઉછેરનો ધંધો સરકારી જમીન પર દબાણ કરી રહ્ના છે ઍ સ્વીકારીને તેને કાયદેસર કરવા માટે ભલામણ અને રજૂઆત કરેલ છે.લવાછા,ભગવા,મોર,કોબા ગ્રૂપ,કરંજ તેમજ મંદરોઇ ગામ પંચાયતે લેખિતમાં રજૂઆત ગુજરાત સરકારના ધારાસભ્યને કરેલ છે.આ ગામોમાં જે તે શખ્સોઍ ગેરકાયદેસર તળાવો બનાવેલ છે તેના વિસ્તાર અને નામ સહિત માહિતી આપેલ છે,જેને પુરાવા તરીકે ગણી આવા ગેર કાનૂની રીતે સરકારી જમીનો પચાવી પાડનાર માલેતુજારો સામે મહેસૂલ પર્યાવરણ,ફિશરીશ અને પોલીસ તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા જાગૃત નાગરિકો,ખેડૂતો,સ્થાનિક આગેવાનો અને પર્યાવરણવાદીઅો દ્વારા અનેક વાર સુરત જિલ્લા કલેકટર થી માડી મુખ્યમંત્રી સહિત તકેદારી આયોગ સુધી ફરિયાદ કરવામાં આવેલ છે.
ગુજરાત તકેદારી આયોગ દ્વારા તા.૨૬ જુલાઈ ૨૦૧૯ના રોજ અોલપાડના ગામોમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરી કાયદેસર કાર્યવાહી કરવા બાબતે જણાવેલ હતું.તેમજ સુરત જિલ્લા કલેકટર દ્વારા જમીન નિરીક્ષક વિનામુલ્યે સરકારી રાહે માપણી કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.તેમ છતાં સુરત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સદર બાબતે કોઇ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી તથા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ઝીંગાના તળાવ બનાવવામાં આવેલ છે તે આજની તારીખે પણ હયાત છે.
વધુમાં દર્શન નાયકે આક્ષેપ કર્યો હતો કે જ્યારે કોઇ સામાન્ય નાગરિક દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવે પરંતુ સુરત જીલ્લામાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવ બનાવનારાઅો દ્વારા કરવામાં આવેલ દબાણ બાબતે સ્થાનિકો,પદાધિકારીઓ,ખેડૂત આગેવાનો તથા ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતા પણ વહીવટી તંત્ર દ્વારા કોઇ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી.
દર્શન નાયક દ્વારા કરવામાં આવેલી રજુઆતના મૂખ્ય મુદ્દાઓ
– ઝીંગાના તળાવો ગેર કાયદેસર રીતે મહેસૂલ વિભાગની સરકારી જમીન પર દબાણ કરી બનાવેલ છે.
– ઍક્વા કલ્ચર અોથોરીટી ભારત સરકાર કે ફિશરીઝ ડિપાર્ટમેંટ પાસે લાઇસન્સ લીધેલ નથી.જો લાઇસન્સ વગર ઝીંગા ઉછેર કરે તો ૫ વર્ષ ની જેલની સજાની જોગવાઇ છે.
– ગુજરાત દૂષણ નિયંત્રણ બોર્ડ પાસે કોઇજ પરવાનગી લીધેલ નથી.
– તળાવો મેંગરુવ ના જંગલો ને નુકશાન પહોંચાડીને બનાવેલ છે.
– ભરતી ઓટનો વિસ્તાર કબ્જે કરવાથી સ્થાનિક ગરીબ હળપતિ અને બીજા માછીમારોએ રોજગારી ગુમાવી
– મનફાવે એમ તળાવો બનાવવાથી ખાડીઅોના વહેણ બદલાઇ ગયા,
– આશરે ૧,૦૦૦ હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં ગેરકાયદેસર તળાવો ઊભા થયેલ છે.જે આ વિસ્તાર માટે મોટી આફત બની ગયેલ છે.
– તળાવો ગેરકાયદેસર રીતે નહેરોના પાણી પણ લઇ લે છે અને ખેડૂતોને પાણીની તંગી પડે છે
– તળાવો ગેરકાયદે હોવાથી સરકારની તિજારીને મહેસૂલની આવક ગુમાવવી પડે