– સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનનો સર્વે કરાયો
સુરત : ઓલપાડ તાલુકામાં વાવાઝોડાને કારણે ડાંગર,શાકભાજી,કેરી,તલ,કેળા તથા શેરડી સહિતના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ જોવા મળ્યું છે.આ સાથે પશુ માટેના ચારાને પણ મોટા પ્રમાણમાં વાવાઝોડાના કારણે થયેલ વરસાદમાં પલરી જવાથી નુકસાન થયું હોવાનું કોંગ્રેસ જિલ્લા સમિતિના ધ્યાનમાં આવતાં સરકાર ઝડપથી નુકસાનની ભરપાઈ કરી તેવી માગ કરી છે.
સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિના આગેવાનો ને સ્થળ મુલાકાત દરમિયાન અનેક ખેડૂતો દ્વારા ખેતીના પાકમાં થયેલ નુકશાના બાબતે રજૂઆત કરવામાં આવી હતી.ખાસ કરીને ડાંગર ના ખેડૂતો દ્વારા મજૂર તથા મશીન કટિંગ કરાયેલ ડાંગરનો પાક તૈયાર બોરી ભરેલ તથા સુકાવા નાખેલ ડાંગરનો તૈયાર પાક વાવાઝોડાના કમોસમી વરસાદના કારણે પલરી જવાથી મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે,જેની નુકસાની પેટે સરકાર આર્થિક રીતે નુકશાન ની ભરપાઈ કરી આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
શાકભાજી પક્વતા ખેડૂતોના શાકભાજી ના માડવા તથા છોડો ને પાણ મોટા પાયે નુકશાન થયું હોવાની રજુઆત ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.ઓલપાડ તાલુકાના વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રવાસ દરમિયાન ધારાસભ્ય અને સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં.


