By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત જિલ્લામાં શાળા શરૂ થયાને દસ દિવસ બાદ પણ બજારમાં પાઠ્યપુસ્તકોની અછત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત જિલ્લામાં શાળા શરૂ થયાને દસ દિવસ બાદ પણ બજારમાં પાઠ્યપુસ્તકોની અછત
GeneralSouth Gujarat

સુરત જિલ્લામાં શાળા શરૂ થયાને દસ દિવસ બાદ પણ બજારમાં પાઠ્યપુસ્તકોની અછત

HM News
Last updated: 23/06/2022 5:18 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : બારડોલી સહિત સુરત જિલ્લામાં શાળા શરૂ થયાને દસ દિવસ જેટલો સમય થઈ ગયો છે છતાં બજારમાં હજી પણ પાઠ્યપુસ્તકોની અછત સર્જાય રહી છે.વિદ્યાર્થીઓએ પુસ્તક વિના કેવી રીતે અભ્યાસ કરી શકશે તે બાબતે પણ પ્રશ્નો ઊભા થયા છે.સમયસર પાઠ્યપુસ્તક ન મળવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે.જિલ્લા ઉપરાંત બારડોલીની સ્ટેશનરીની દુકાનોમાં પણ અલગ અલગ ધોરણના પાઠ્યપુસ્તકોની અછત વર્તાય રહી છે.

સુરત જિલ્લામાં ગુજરાતી અને અંગ્રેજી તમામ માધ્યમોની શાળાઓ 13મી જૂનથી શરૂ થઈ ચૂકી છે.શાળાઓમાં અભ્યાસક્રમ પણ ચાલુ થઈ ગયો છે.જો કે તેમ છતાં કેટલાક ધોરણના પાઠ્યપુસ્તકો બજારમાં ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી આવી રહી છે.ખાસ કરીને ધોરણ 8 પછીની કક્ષાના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ ન હોવાનું પુસ્તક વિક્રેતાઑ જણાવી રહ્યા છે.બારડોલીના પુસ્તક વિક્રેતા રાજુભાઈ શાહે જણાવ્યુ હતું કે,ઘણા પુસ્તકો હજી સુધી બજારમાં આવ્યા નથી.

અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તકની ખરીદી માટે આવે છે પરંતુ પુસ્તક ન હોવાથી તેમણે ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે.ખાસ કરીને ધોરણ 9ના ગણિત,વિજ્ઞાન,હિન્દી સહિતના વિષયોના પાઠ્યપુસ્તકોની અછત છે.આ ઉપરાંત આ વખતે ધો.11 અને 12 કોમર્સના કેટલાક પુસ્તક હજી સુધી માર્કેટમાં આવ્યા નથી.બંને ધોરણના અંગ્રેજી વિષયના પુસ્તકો તો આ વખતે જોવા જ નથી મળી રહ્યા. આવી અછત વચ્ચે વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ કરી શકશે તે બાબતે વાલીઓ અને શિક્ષકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

એક શિક્ષકે નામ ન આપવાની શરતે જણાવ્યુ હતું કે,શાળા શરૂ થયાને 10 દિવસથી વધુનો સમય થઈ ગયો છતાં પાઠ્યપુસ્તક પૂરતા પ્રમાણમાં ન આવ્યા હોય વિદ્યાર્થીઓની સાથે સાથે અમારી પણ મુશ્કેલી વધી ગઈ છે.જો સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી પાઠ્યપુસ્તકો સમયસર મળી શક્યા હોત.

ઓસ્ટ્રેલિયાના આ ફાસ્ટ બોલરે PM કેર ફંડમાં આપ્યા 50 હજાર ડોલર, ભારતમાં ઓક્સિજન માટે કરી મદદ
માતા અને દીકરી ભારત ફરી પાકિસ્તાન ચાલ્યા ગયા, પણ હવે પંજાબમાં તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો
પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની ચિખલી પાસે વડોદરા પોલીસે ધરપકડ કરી
ગુજરાત હાઈકોર્ટનાં નામાંકિત ધારાશાસ્ત્રી સુર્યપ્રકાશ રાજુની સુપ્રીમમાં એડિશનલ સોલીસીટર જનરલ તરીકે નિમણુંક
ડાંગના ચકચારી કોસ્ટોડીયલ ડેથ મામલે PI તેમજ 3 કોન્સટેબલ સહિત 6 સામે નોધાયો હત્યાનો ગુનો
Share This Article
Facebook Email Print
Previous Article દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘની કારોબારી મિટિંગ મળી
Next Article મધ્યપ્રદેશની યુવતીને કામ અપાવવાના બહાને માંડવીના કરંજમાં દસ દિવસ ગોંધી રાખી સાથી યુવકનો બળાત્કાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up