બારડોલી : સુરત જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હોવાનું જાણવા મળે છે.કોંગી નેતા નાનસિંગ વસાવા તેમના કાર્યકર્તાઓ સાથે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.નાનસિંગ વસાવા કે જેઓ વિધાન સભાની ચૂંટણીમાં ગણપત વસાવા સામે ઝંપલાવ્યું હતું.આખરે તેઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપની કંઠી ધારણ કરતાં કોંગ્રેસમાં મોટું ધોવાણ થયું હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના દિગ્ગજ કોંગી નેતા નાનસિંહ વસાવા ભાજપમાં જોડાતા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હોવાનું જાણવા મળી રહયું છે.નાનસિંગ વસાવા તેમના કાર્યકર્તાઑ સાથે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાના હાથે કેસરીયો ખેસ ધારણ કર્યો છે.નાનસિંગ વસાવા પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી રહી ચૂક્યા છે અને 2017 વિધાનસભાની ચૂંટણીમાં માંગરોળ બેઠક પરથી તેમણે ઉમેદવારી કરી હતી.તેમણે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા સામે ઉમેદવારી કરી હતી.જોકે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.તેમણે 50000 થી વધુ મતો મેળવ્યા હતા.કોંગ્રેસ,બીટીપી અને આમ આદમી પાર્ટી મળી કુલ 320 કાર્યકરો ભાજપમાં જોડાયા છે.


