– કોરોના મહામારી સામે લડવા અને સરકારને મદદરૂપ થવાના આશયે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને ચેક અર્પણ કરવામાં આવ્યો : સુરત જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓએ ભેગા થઈ એક દિવસનો પગાર અનુદાન કર્યો
સુરત : સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને અનેક રીતે કોરોના સામે લડવા દાનનો ધોધ વહાવી રહ્યું છે,જેમાં રાજ્યવાર વિવિધ સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ પણ તેમાં જોડાય રહી સેવાકાર્ય અને દાન આપી માનવ જાતિને કોરોનામાંથી ઉગારવામાં મદદરૂપ થઈ રહી છે ત્યારે સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આજરોજ તમામ કર્મચારીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રિલીફ ફંડમાં જમા કરાવવા જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાને રુબરુમાં મળી 3,33,333 રૂપિયાનો ચેક અર્પણ કરી સહયોગ આપવામાં આવ્યો હતો.
આ ચેક અર્પણ કરવાના પ્રસંગે મંડળના પ્રમુખ મદારસંગ ડોડીયા,રાજય મંડળ પ્રમુખ ભરતભાઈ આહીર,પ્રવકતા યશવંત પાઠક,ઉપપ્રમુખ મહિપતસિંહ પઢેરિયા,જિલ્લાના મહામંત્રી હેમંતભાઈ મેહતા ,ચોર્યાસી તાલુકાના મંત્રી પિનાક મોદી સહિતના અન્ય કર્મચારીગણના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.વૈશ્વિક કોરોના મહામારી બીમારી સામે લડવા સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના તમામ સભ્યો અને ભાઈ બહેનોએ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રિલીફ ફંડમાં જમા કરાવવા ચેક જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાને આપ્યો હતો અને આ લડાઈમાં તમામ પ્રકારે સહાયરૂપ થવાનો દ્રઢ સંકલ્પ તલાટી મંડળના સભ્યોએ લીધો હતો.


