– માંડવી અને બારડોલીમાં વિસર્જન પૂર્વ રૂટનું ડ્રોન કેમરાની મદદથી સર્વેલન્સ હાથ ધરાયુ
બારડોલી : બે દિવસ બાદ ગણેશ વિસર્જનના દિવસે શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈશરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સંવેદનશીલ વિસ્તાર ગણાતા બારડોલી અને માંડવીમાં બુધવારથી જ ડ્રોન કેમરાની મદદથી વિસર્જનના રૂટનું સર્વેલન્સ અને બંધોબ્સ અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
બે વર્ષના કોરોના કાળ બાદ આ વર્ષે ગણેશ ઉત્સવમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિસર્જનના દિવસે ગણેશજીની પ્રતિમા સાથે ડી.જે.ના તાલે શોભાયાત્રા નીકળતી હોઈ છે જે વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવી પોલીસ માટે મુશ્કેલ બનતું હોય છે.આ વખતે વિસર્જન યાત્રા પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ હાઈટેક બની છે.જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર એ જણાવ્યું હતું કે પોલીસ ગણપતિ વિસર્જન દરમિયાન ડ્રોનથી નજર રાખશે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલસે ડ્રોનનો ઉપયોગ શરૂ કરી દીધો છે.જિલ્લા પોલીસ અત્યારથી જ જિલ્લામાં વિવિધ સ્થળે ડ્રોન કેમરાની મદદથી સર્વેલન્સ કરવાની કામગીરી આરંભી દીધી છે.વળી વિસર્જનના દિવસે જિલ્લામાં સંવેદનસીલ વિસ્તારમાં ગણાતા માંડવી અને બારડોલીમાં વિસર્જન રૂટ પર જમીન પર ચાંપતો પોલીસ બંધોબ્સ તો હશે જ પરંતુ આસમાન માંથી વિવિધ જગ્યાએ ડ્રોન કેમરાની મદદથી સર્વેલન્સ હાથધરી નજર રાખવામાં આવશે જેના ભાગ રૂપે જિલ્લા પોલીસની ટીમ દ્વારા બુધવારના રોજ માંડવીમાં તેમજ બારડોલીમાં વિસર્જન પૂર્વ રૂટનું ડ્રોન કેમરાની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતુ.તેમજ બંધોબ્સ અંગે જરુરી સૂચન આપી વિસર્જનની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.