બારડોલી : ભારતીય જનતા પાર્ટીના આર્થિક સેલ દ્વારા રવિવારના રોજ મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ પ્રભારી ભરત રાઠોડની અધ્યક્ષતામાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન વિષય પર પરિચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ આર્થિક સેલના સંયોજક પ્રેરક શાહ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પરિચર્ચામાં પ્રેરક શાહે આર્થિક બાબતો અને ગુજરાતના વિકાસ બાબતે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.જેમા સુરત જીલ્લા ભાજપ આર્થિક સેલ ના સંયોજક કમલેશભાઈ નાયકે સમગ્ર કાર્યક્રમ નુ આયોજન કર્યુ હતુ.પરિચર્યામાં સુરત જિલ્લા ભાજપના પ્રભારી ભરતભાઈ રાઠોડ,પ્રમુખ સંદીપ દેસાઈ,બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર,સુરત ડિસ્ટ્રીકટ બેન્કના પ્રમુખ નરેશ પટેલ સહકરી આગેવાન કેતનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


