બારડોલી : બારડોલીના તલાવડી વિસ્તારમાં એક ઘરમાંથી જિલ્લા એલ.સી.બી.એ 74 હજારના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી હતી.પોલીસ સ્ટેશનની નજીક આવેલા વિસ્તારમાં જ એસ.સી.બી.એ હાઉસ રેડ કરતા બારડોલી પોલીસની કામગીરી સામે શંકા સેવાઇ રહી છે.
સુરત જિલ્લા એસ.સી.બી.ની ટીમ શનિવાર રાત્રે બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલીના તલાવડી વિસ્તારમાં રહેતા તૌફિક શબ્બીર શેખ નામના બુટલેગરે તેના ઘરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારી તૌફિકની અટક કરી હતી.અને ઘરમાંથી 768 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.જેની કિંમત રૂ. 74 હજાર 400 હોવાનું જણાવ્યું હતું.પોલીસે યાકુબ અસલમ શેખ,મુનાફ સત્તાર અન્સારી અને ગીતા ચિરાગ ભંડારીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.


