– 768 બોટલ મળી કુલે 3.33 લાખનો મુદ્દામાલ જપ્ત
બારડોલી : બારડોલીના હિદાયત નગર પાસેથી દારૂ ભરીને ટેમ્પો પસાર થવાની બાતમી એલસીબી પોલીસને મળતાં વોચ રાખી હતી.આ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતાં તપાસ કરતાં ટેમ્પોના હુડમાં બનાવેલા ચોરખાનામાંથી પોલીસે 768 નંગ બોટલ 76800નો દારૂ ઝડપી પાડ્યો હતો.પોલીસે કુલ 3.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરત જિલ્લા એલસીબીના સુરત ગ્રામ્યના અહેકો દીપક આનંદરાવ તથા અલ્તાફ ગફુરભાઈને બાતમી મળી હતી કે મહુવા તરફથી વિદેશી દારૂ ભરીને વાદળી રંગનો ટેમ્પો (GJ-15YY-3938) બારડોલી થઈ કામરેજ તરફ જનાર છે.જે બાતમી આધારે વોચમાં હતાં.આ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતાં તેનો ઊભો રાખી તપાસ હાથ ધરતાં ટેમ્પોના હુડની નીચે ચોરખાનું બનાવેલ હતું અને તેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની 768 નંગ બોટલ મળી આવી હતી.આ સાથે ટેમ્પોચાલક અતુલ વિનોદકુમાર સિંહ (વલસાડ),ભરતભાઈ મોહનભાઈ હળપતિ (વલસાડ)ની ધરપકડ કરી હતી.


