માંડવી : સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ખાતે આવેલ જી.આઈ.ડી.સીમાંથી 1.57 કરોડનું ડુપ્લિકેટ બાયોડિઝલ ઝડપાયા બાદ સુરત જિલ્લા પોલીસ બેડામાં મોટો ફેર બદલ કરવામાં આવ્યો હતો જોકે હવે જિલ્લા પોલીસના સંકટ મોચક ગણાતા કે.વી.ચુડાસમાને ફરી એકવાર એલસીબી પી.આઈ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
સતત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સુરત જિલ્લામાં એક પછી એક પ્રોહિબિશનની રેડ બાદ અનેક અધિકારીઓ સસ્પેન્ડ થયા હતા.આ દરમ્યાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુજરાતનું સૌથી મોટું બાયોડીઝલ કૌભાંડનો પર્દાફાશ સુરત જિલ્લાના માંડવી તલૌકાના કરંજ જી.આઇ.ડી.સી વિસ્તારમાંથી કરતાં પોલીસબેડામાં ફફડાટ ફેલાય ગયો હતો.સુરત રેન્જના ડીજીપી રાજકુમાર પાંડિયને જિલ્લાના બે પી.એસ.આઈ સસ્પેન્ડ કરી દીધા હતા.અને એલસીબી પી.આઈ ની.કે ખાચરની બદલી કોસંબા ખાતે કરી દીધી હતી.અને એલસીબીનો ચાર્જ એસઓજી પી.આઈ કે.જે.ધડુકને સોંપવામાં આવ્યો હતો.જોકે કે.જે.ધડુક પાસે અગાઉથી જ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનનો ચાર હતો હાલની પરિસ્થિતીમાં સુરત જિલ્લામાં અધિકારીઓનો દુકાળ છે.અને સતત સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા અને અધિકારી સસ્પેન્ડ થવાના સિલસિલાથી જિલ્લા પોલીસનું મનોબળ તળિયે ગયું છે.આવી પરિસ્થિતીમાં બુટલેગરો તેમજ બે નંબરના ધંધા કરતાં માફિયાઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસના સંકટ મોચક ગણાતા કે.વી.ચુડાસમાને ફરી એકવાર જિલ્લા એલસીબીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.પી.આઈ ચુડાસમાએ અગાઉ કામરેજ પોલીસ સ્ટેશનની કથળેલી પરિસ્થિતીને પણ સુધારી હતી.ત્યારબાદ તેમને ફરી એકવાર જિલ્લા એલસીબીનો ચાર્જ આપવામાં આવ્યો છે.અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી કે.વી.ચુડાસમા એલસીબીનો હવાલો સંભાળશે.


