[weather_data]
Breaking News
TRENDING NEWS

સુરત જિલ્લા LCB પોલીસે પલસાણાના કારેલી અને માખીંગા ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો અને કાર ઝડપી પાડી

[updated_date] [post_views]

Table of Content

પલસાણા : સુરત જિલ્લા એલસીબી પોલીસે પલસાણા તાલુકાનાં કારેલી ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો.ટેમ્પાનો ચાલક ઠંડા પીણાંની આડમાં દમણથી દારૂનો જથ્થો ભરી સુરત શહેરમાં લઈ જઈ રહ્યો હતો.જ્યારે અન્ય એક બનાવમાં એલસીબી પોલીસે માખીંગા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી હતી.એલસીબી પોલીસે ટેમ્પો અને કારમાંથી કુલ 2.61 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.જ્યારે બંને વાહનોના ચાલકોને વોંટેડ જાહેર કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પલસાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળતા કારેલી ગામની સીમમાં વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી મુજબનો ટેમ્પો નંબર જીજે-15-એક્સએક્સ-7353 આવતા ચાલક પોલીસને જોઈ ટેમ્પો ઘટના સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો.પોલીસે ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતાં ઠંડા પીણાંની આડમાં સંતાડેલ વિદેશી દારૂની કુલ 2112 બોટલ કિંમત રૂ. 2,13,600નો જથ્થો મળી આવ્યો હતો.ટેમ્પાનો ચાલક ઠંડા પીણાંની આડમાં દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત શહેરમાં જઈ રહ્યો હતો.એલસીબી પોલીસે કુલ 4,34,960 નો મુદ્દામાલ કબ્જે કરી ચાલકને વોંટેડ જાહેર કર્યો હતો.

જ્યારે બીજી તરફ સુરત જિલ્લા એલસીબી પોલીસની અન્ય એક ટીમ પલસાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમણે બાતમી આધારે માખીંગા ગામની સીમમાં ને.હા-48 ઉપર વોચ ગોઠવી હતી.તે દરમ્યાન કાર નંબર જીજે-21-એએચ-4477 આવતા તેને અટકાવવાની કોશિશ કરી હતી.જોકે ચાલક કાર હંકારી ભાગવા લાગ્યો હતો.પોલીસે તેનો પીછો કરતાં ચાલક કાર રસ્તામાં મૂકી ભાગી છૂટ્યો હતો.પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 132 બોટલ કિંમત 48,000નો જથ્થો તેમજ અલગ અલગ નંબર પ્લેટો મળી આવી હતી.પોલીસે કુલ 3.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલકને વોંટેડ જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles