બારડોલી : સુરત જિલ્લામાં કોરોનાનો કેર યથાવત જોવા મળી રહ્યો છે.જીલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 12 જેટલા કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.મહુવા તાલુકામાં એક જ પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે જ્યારે પલસાણા તાલુકાનાં જોળવા ગામે પણ એક દંપતીને કારોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જ્યારે ઓલપાડ તાલુકામાં 4 અને ચોર્યાસી તાલુકામાં 4 પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. આ તમામ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે
સુરત જિલ્લામાં કોરોનાના કેસો વધતા તંત્ર દોડતું થયું છે.આજે સુરત જિલ્લાના મહુવા,ચોર્યાસી,ઓલપાડ અને પલસાણા તાલુકામાં કુલ 12 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકામાં ફરી એકવાર કોરોનાએ પગ પેસારો કરતાં બે પોઝિટિવ કેસ બહાર આવ્યા બાદ પલસાણા તાલુકાનાં જોળવા ગામે આરાધના ડ્રીમ સોસાયટીમાં રહેતા એક દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.મહુવા તાલુકાનાં વાંસકુઇ ગામે નેવાણીયા ફળિયામાં મુકેશભાઈ રમણભાઈ પટેલ તથા તેમના પત્ની જયાબેન મુકેશભાઇ પટેલ નાઓ તા 24 મે ના રોજ બોમ્બેથી વાંસકુઇ ગામે આવ્યા હતા.તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમનો આજરોજ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારબાદ જોળવા ગામે આરાધના ડ્રીમ સોસાયટીમાં રહેતા જ્ઞાનેશ્વર રતન પાટીલ (50) તેમજ તેમની પત્ની વંદના પાટીલ (40) ના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઓલપાડ તાલુકાનાં સોંદલાખારા,ભાંડુત,મોર અને સાયણ ગામે પણ ચાર વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જ્યારે ચોર્યાસી તાલુકામાં પણ ચાર વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા છે.જ્યારે તેમની સાથે સંપર્કમાં આવેલ વ્યક્તિઓને આરોગ્યની ટીમે કવોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.


