હાઇકોર્ટની ટકોર પછી રાજ્ય સરકાર(Gujarat Govt) દ્વારા માસ્ક(Mask) ન પહેરવા પર 500 રૂપિયા દંડ લેવાનો નિર્ણય લેવાયો છે.સુરત મનપા(SMC) દ્વારા માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે.ત્યારે આક્ષેપો થઇ રહ્યા છે કે સુરત મનપાની ટીમ દ્વારા ઓફિસોમાં એકલા બેઠા હોય એવા લોકો પાસે પણ દંડ વસુલવામાં આવી રહ્યો છે.સાથે જ એવા પણ આક્ષેપો લોકોએ લગાવ્યા છે કે,જાહેરમાં માસ્ક ન પહેરીને ફરતા લોકોને બદલા આ ટીમ ફક્ત દુકાન કે ઓફિસમાં એકલી બેઠી હોય તેવી વ્યક્તિઓને જ ટાર્ગેટ કરે છે.
ટાર્ગેટ પૂરો કરવા દુકાનદારોને બનાવી રહ્યા ટાર્ગેટ
મનપા દ્વારા માસ્ક ન પહેરતા લોકોને દંડ આપવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવીછે.જેઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે પૂરો કરવા માટે ઓફિસ કે દુકાનમાં એકલા બેઠા હોય તેવા લોકોને પણ ટાર્ગેટ કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
વિડીયો થયો વાયરલ
કતારગામ કાપોદ્રાને જોડતા બ્રિજ નજીક શિવાલિક હાઈટ્સ નજીક એક દુકાનમાં દુકાનદાર એકલો હતો ત્યારે માસ્ક મોઢાના બદલે તેના ગળામાં હતું.ત્યારે દુકાનદારને માસ્ક વગર જોઈને 200 રૂપિયા દંડ પાલિકાની ટીમ દ્વારા વસૂલવામાં આવ્યો હતો. જેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે.વીડિયોમાં દુકાનદાર એકલા હોય ત્યારે માસ્કની જરુર નથી હોવાનું કહી રહ્યો છે.અને ખોટા દંડ ન વસૂલવા વિનંતી કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ પાલિકાની ટીમે પોતે દુકાનમાં આવ્યા તો પણ માસ્ક પહેર્યું ન હતું તેવું કહી રહ્યા છે.


