સુરતમાં કોરોનાની મહામારીથી લાદવામાં આવેલા લોકડાઉનને કારણે ટેક્ષટાઈલ ઉદ્યોગને 8600 કરોડનું નુકસાન ગયું છે.પણ ધીરે ધીરે બધુ રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે હવે દિવાળી પહેલા માર્કેટમાં ચહલ પહલ વધી છે.કોરોનાની મહામારીએ સુરત શહેરની તો સુરત જ બદલી નાંખી છે હિરા ઉદ્યોગમાં બરબાદી પછી ટેક્ષટાઈલ ઉદ્યોગની પણ માઠી બેઠી છે.કરોડોનું ટર્ન ઓવર ધરાવતું આ માર્કેટ ઠપ્પ થઈ ગયું છે પણ દિવાળી એક નવી આશા લઈને આવી છે.
8600 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ
લોકડાઉનના કારણે સુરતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે.લોકડાઉનથી અત્યાર સુધી 8600 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.જો કે હવે ગ્રે કાપડના ઉત્પાદનમાં વધારો થયો છે.પ્રતિદિન 2 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે.
દિવાળી સારી જવાની વેપારીઓને આશા
આ વખતનું વર્ષ દરેક માટે ભારે છે.કારણ કે કોરોનાની મહામારીએ લોકોને પોતાના સંકજામાં એવા જકડી લીધી હતા કે,લોકોના નોકરી ધંધા ઉપર ખુબજ માઠી અસર પડી છે ત્યારે સુરતનું ટેક્ષટાઈલ માર્કેટ હવે દિવાળી સારી જવાની તાકમાં બેઠું છે.તેમને આશા છે કે દિવાળી સારી જશે.વિવિધ ફેબ્રિક્સની ક્વોલિટીમાં ડિમાન્ડ વધી છે.દિવાળી પહેલા ખરીદી નિકળતાં વેપારીઓને આશા વધી છે.


