By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે પશ્ચિમ બંગાળના વેપારી અને દલાલે 75.61 લાખની ચીટીંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે પશ્ચિમ બંગાળના વેપારી અને દલાલે 75.61 લાખની ચીટીંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ
GeneralSurat

સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે પશ્ચિમ બંગાળના વેપારી અને દલાલે 75.61 લાખની ચીટીંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ

HM News
Last updated: 15/06/2021 11:02 AM
HM News
4 years ago
Share
SHARE

– છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ ઠગ ટોળકીથી એલર્ટ થવા અપીલ કરી

સુરત : સુરતની રીંગરોડ કાપડ માર્કેટના વેપારી સાથે 75 . 61 લાખની છેતરપિંડી કરનાર પશ્ચિમબંગાળના વેપારી અને સુરતના દલાલ સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.એટલું જ નહીં પણ આ ઠગ ટોળકી એ 5 વર્ષમાં 20-25 કરોડ રૂપિયાની 5થી વધુ કાપડના વેપારીઓ સાથે ઠગબાજી કરી હોવાનું ભોગ બનનાર વેપારી અરવિંદ પટેલે જણાવ્યું છે.કાપડ માકેટના વેપારીઓ સાથે ખરીદી કર્યા બાદ ઉધાર માલ લઈ છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી સામે આવતા સાથી વેપારીઓને એલર્ટ થઈ જવા અપીલ કરાઈ છે.

અરવિંદ પટેલ (ભોગ બનનાર કાપડના વેપારી, સુરત) એ જણાવ્યું હતું કે, વેસ્ટ બંગાળના કાપડ વેપારી અને કનાખુલી રોડ કોલકોત્તા,હિંદ માર્કેટમાં દુકાન ધરાવતા પુષ્પેન્દ્ર ગુલાબ સિંગ (રહે કોલકોતા) 17-8-2018 થી 23-5-2019 દરમિયાન લગભગ 7-10 વાર તેમના પરિચયમાં આવ્યા હતાં,અને કાપડ દલાલ મદનસિંગ ભોપાલસિંગ નિરબાન (રહે જલારામ સોસાયટી, સણીયા અહેમદ રોડ,ડીંડોલી, મૂળ રાજસ્થાન)ની મદદથી પહેલા સમય સર પેમેન્ટ કરી કાપડની ખરીદી કરતા હતાં.ત્યારબાદ ઉધાર ખરીદી કરી એમને લગભગ 82 લાખથી વધુ નું 4,13,035 મીટર કાપડ ખરીદી કરી પેમેન્ટ માટે હાથ ઊંચા કરી દીધા હતાં.

82 લાખથી વધુના પેમેન્ટ સામે પુષ્પેન્દ્રએ 6 લાખ આપ્યા હતાં.ત્યારબાદ એપ્રિલ 2020માં MOU કરી પુષ્પેન્દ્રએ પહેલો ચેક 12 લાખનો અને બીજા ચેક 10-10 લાખના આપ્યા હતાં.જોકે પ્રથમ 3 ચેક રિટર્ન કરાવ્યા હતા.જેને લઈ નોટિસ આપી આખરે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવાની ફરજ પડી છે.આ ઠગભાજ ટોળકીએ 2015-20 દરમિયાન સુરતના અનેક વેપારીઓ પાસેથી કાપડ ખરીદી 20-25 કરોડમાં નવડાવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.આ ટોળકીની મોડ્સ ઓપરેન્ડી પ્રથમ સમય સર પેમેન્ટ આપી વેપારીનો વિશ્વાસ હાસિલ કરી છેતરપિંડી કરતી આવી છે.જોકે હજી અનેક વેપારીઓ આગામી દિવસોમાં ફરિયાદ માટે આગળ આવે એ વાત ને નકારી શકાય નહીં.

કનિકાના ત્રીજા કોરોના ટેસ્ટને લઈ મોટો ધડાકો
રાજ્યની ૧,૧૧૬ ગ્રામ પંચાયતની ૧૩ ઓક્ટોબરે ચૂંટણી
પત્નીની નાની બહેન પર ફીદા થઈ ગયો આ પતિ,”જીજા-સાળીના” સંબંધના નામે કરતો રહ્યો ખરાબ કામ અંતે….
૧૩૭૭ નિકાસકારોનું કૌભાંડઃ ૧૮૭પ કરોડના IGST રિફન્ડનો કર્યો દાવોઃ આવા લોકોનું વેપારનું સ્થળ અદ્રશ્ય
100 નંબર પર કોલ કરી PMને મારી નાખવાની ધમકી આપનાર ઝડપાયો
Share This Article
Facebook Email Print
Previous Article આર્થિક મોરચે ચીનને પછડાટ, 43% ભારતીયોએ એક વર્ષમાં કોઇપણ વસ્તુ ખરીદી નથી
Next Article મારા પતિ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખી સામે નાહવા કહે છે, પરિણીતાએ કંટાળીને કર્યું એવું કે ….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up