સુમુલ ડેરી બાદ કો.ઓપરેટીવ સેક્ટરની બીજી મોટી સંસ્થા ધી સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની તા.28મી જાન્યુઆરીના રોજ ચૂંટણી થનારી છે.તા.2થી 8 જાન્યુઆરી વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત સામે તા. 2જી જાન્યુઆરીએ 49 ઉમેદવારો દ્વારા ફોર્મ લઈ લેવાયા છે.સાથે જ ભાજપ પ્રેરિત સત્તાધારી પેનલના ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે.ત્યારે રવિવારે બારડોલીના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દિપક પટેલે સત્તાધારી પેનલમાં નહીં રહીને સ્વતંત્ર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.જે પૈકી બારડોલી બેઠકના 9 મતદારો પૈકી 7એ દિપક પટેલને ટેકો જાહેર કરતાં તેઓ બિનહરીફ ચૂંટાય તેવી ચર્ચા છે.