સુરત : સુરત ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.સુરત ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો તપાસ કરવામાં આવ્યા છે.એક પણ ઉમેડવારીપત્ર રદ થયા નથી.બારડોલી અન્ય બેઠક અને નિઝર કુકરમુંડા બેઠકના બે ઉમેદવારો સામે વાંધો રજુ કરાયો હતો.
જ્યારે આજે બપોર સુધીમાં ઉમેદવારીપત્રો અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 16 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 18 બેઠકમાંથી ત્રણ બેઠક બિનહરીફ કરવામાં સત્તાધારી પેનલ સફળ રહ્યું છે. હરીફ ઉમેદવારોને સમજાવવાનો દોર શરૂ થયો છે. ભાજપ સામે બળવાની તૈયારી કરી રહેલા દિપક પટેલને મનાવી લેવામાં આવ્યા છે.બારડોલીના દિપક પટેલે ભાજપને સમર્થન જાહેર કર્યું છે.નોંધનીય છે કે,સુરત ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણીને લઈને વર્તમાન એન પૂર્વ ધારાસભ્યોએ લાઈન જોવા મળી રહી છે.તેમાં ત્રણ વર્તમાન ધારાસભ્ય,એક પૂર્વ ધારાસભ્ય અને એક સાંસદ ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણી લડવાના છે.તેમાં ૯૧૦૦ કરોડ રૂપિયાનો વહીવટ કરવા ધારાસભ્યને રસ જાગ્યો છે.