સુરત, તા. 21 ફેબ્રુઆરી : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં નાનપુરા એક મૌલાના મતદારો સામૂહિક મતદાન કરવા માટે નીકળ્યા છે.સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સવારે મતદાનની પ્રક્રિયા થોડી ધીમી હતી.જેના કારણે રાજકીય પક્ષોના ઉમેદવારો ચિંતામાં પડ્યા હતા.જોકે મહાનગરપાલિકાની ચૂંટણીમાં બપોરે નાનપુરાના કેટલાક રહીશો ઢોલ નગારા સાથે સામૂહિક મતદાન કરવા નીકળ્યા હતા.બપોર બાદ કેટલીક જગ્યાએ સમુહ મતદાન થતાં રાજકીય પક્ષોના ઉમેદવારોમાં જીવમાં જીવ આવ્યો હતો.