– માલધારીઓ દ્વારા આજે દૂધ નહીં વેચવાનું એલાન કરવામાં આવ્યુ છે
સુરત તા. 21 સપ્ટેમ્બર 2022, બુધવાર : ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવેલ છે.જે અંતર્ગત આજે રાજ્યભરમાં માલધારી સમાજ દૂધ ન વેચવાનું નક્કી કરેલ છે.તેમજ માલધારી-ભરવાડ સમાજની દૂધની ડેરીઓ તેમજ ચાના થડા બંધ રાખવા માલધારી સમાજ દ્વારા આહવાન કરવામાં આવેલ છે.આ દરમિયાન આજે સુરતમાં માલધારીઓએ દૂધ વિતરણને લઈને વિરોધ કર્યો છે.માલધારીઓએ 300 લીટર દૂધ તાપી નદીમાં વહાવીને વિરોધ કર્યો છે.મોટી સંખ્યામાં માલધારીઓ નાવડી ઓવારે એકઠા થયા હતા. તેઓએ નાવડી ઓવારા ખાતે દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો.આમ સુરતમાં માલધારીઓએ દૂધ વહાવીને વિરોધ કર્યો છે.માલધારીઓ દ્વારા આજે દૂધ નહીં વેચવાનું એલાન કરવામાં આવ્યુ છે.સુરત ના ડભોલી-જહાંગીર પુરા બ્રિજ પરથી દૂધ તાપી નદીમાં ઢોળવામાં આવ્યું હતું.વહેલી સવારે માલધારીઓ એ કેનમાંથી તાપી નદીમાં દૂધ ઢોળ્યું હતું.દૂધનો નાશ કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. જોકે, સાધુ સંતો દ્વારા દૂધ ઢોળવાની મનાઈ ફરમાવામાં આવી છે.
ગુજરાતના માલધારીઓ આજે તા. 21 અને બુધવારના રોજ અણુંજા પાડશે. એટલે કે, આ દિવસે ડેરીઓમાં,મંડળીઓમાં,વાડામાં ક્યાંય દૂધ ભરાવવાનું કે વેચવાનું નહી એવું માલધારી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

