સુરત : સુરતમાં દિન-પ્રતિદિન ઘનકચરા પ્રમાણ ખૂબ વધી રહ્યું છે.જેના ડિસ્પોઝલ માટે પ્લાન્ટ ક્યાં ઊભા કરવો તે હવે વહીવટીતંત્ર માટે પડકારજનક બની રહ્યું છે.ચોર્યાસી તાલુકાના ઉંબેર ગામમાં સોલ્યુશન વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ બનાવવાનું આયોજન હોવાને લઈને ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો છે.ગામલોકોએ ક્લેક્ટર કચેરીએ બેનર દર્શાવી નારેબાજી કરી હતી.
રોગચાળાની ગામલોકોને ભીતિ
ઉંબેર ગામના લોકો જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યાં હતાં.શહેરનો કચરો ગામમાં રોગ લાવશે તેવો જર વ્યક્ત કરતાં કહેવાયું હતું કે, શહેરના કચરાને ગામડાથી દૂર રાખો.બેનરો લઇને સ્થાનિક લોકો રજૂઆત કરવા પહોંચ્યાં હતાં.ખજોદ ખાતે ભવ્ય ડાયમંડ બુર્સની બાજુમાં સોલિડ વેસ્ટ કચરાની ખૂબ મોટી સાઈટ છે.જેને દૂર કરવી ખૂબ જરૂરી હોવાથી અન્ય જગ્યાએ તેને ખસેડવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.પરંતુ અત્યાર સુધી આ માટેનો પ્લાન જ્યાં પણ ઉભો કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યાના લોકો સ્વાભાવિક રીતે જ તેનો વિરોધ કરી રહ્યા છે.
પ્લાન્ટ ઉભા થવા દઈશું નહી-ગ્રામજનો
ઉંબેર સંઘર્ષ સમિતિના સભ્ય રાજુભાઈ પટેલે જણાવ્યું કે, ખજોદ ખાતેનો ડાયમંડ બુર્સનો કચરો અમે અમારા ગામમાં ઠાલવવા દઈશું નહીં.સોલિડ વેસ્ટ કચરાને કારણે અનેક પ્રકારની સમસ્યા અમારી ગામ સામે ઊભી થઈ શકે છે.સ્વાસ્થ્ય માટે પણ મોટા પડકારો ઊભા થઇ શકે છે.જેને લઈને અમારા વિસ્તારની અંદર આ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું હોય તો અમે તેનો ઉગ્ર વિરોધ કરીએ છીએ અને કોઈ પણ ભોગે અમે આ પ્લાન્ટને અહીં ઉભો કરવા દઈશું નહીં.


