સુરત સ્પાઇસ જેટ એરલાઇન્સે દિલ્હીની ઇવનિંગ ફ્લાઇટને મોર્નિંગ કરી હોવાનું જણાય આવે છે. જે મુજબ 11 જાન્યુઆરીથી ફ્લાઇટ ઇવનિંગમાં 9ઃ00 કલાકની જગ્યાએ મોર્નિંગમાં 9ઃ05 કલાકે સુરત એરપોર્ટથી ટેકઓફ થશે.
એરપોર્ટ સૂત્રના જણાવ્યા અનુસાર, પહેલા ફ્લાઇટ ઇવનિંગમાં 8ઃ30 કલાકે એરપોર્ટ લેન્ડ થતી હતી અને 9ઃ00 કલાકે ટેકઓફ હતી.જોકે, એરલાઇન્સે 11 જાન્યુઆરીથી ફ્લાઇટના સમયમાં ફેરફાર થઈ રહ્યો છે. જેથી ફ્લાઇટ મોર્નિંગમાં 8ઃ30 કલાકે લેન્ડ થશે અને 9ઃ05 કલાકે ટેકઓફ થશે અને 10:50 કલાકે દિલ્હી પહોંચાડશે.આમ,સમયમાં ફેરફાર થતા પેસેન્જરોને ફાયદો થનારો હોવાનું જણાય આવે છે.


