બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બગુમરા ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું હતું.કન્ટેનરમાં મશીનરીની આડમાં વિદેશ દારૂનો જથ્થો સંતાડી લઈ જવામાં આવી રહ્યો હતો.એલસીબી પોલીસે 8.14 લાખના વિદેશી દારૂ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસે બગુમરા ગામની સીમમાં આવેલ એક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ કરી બગુમરા ગામની સીમમાં કડોદરા-બારડોલી હાઇવે ઉપર આવેલ સર્વોત્તમ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ કન્ટેનર નંબર આર.જે-14-જી-ઇ-3417 માંથી પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 9696 કિંમત રૂ. 8,14,464 તેમજ કન્ટેનર કિંમત રૂ. 10 લાખ તેમજ મોબાઈલ ફોન અને મશીનરીના સ્પેરપાર્ટસ કિંમત રૂ. 11.56 લાખ મળી કુલ 29.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.કન્ટેનરમાં સ્પેરપાર્ટસની આડમાં આ વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર સહિત ચાલુસીંગ ખૂમસીંગ રાવત (રહે, આમનેર, ભેરુખેડા, રાજસ્થાન) ને ઝડપી પાડ્યા હતા.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


