સુરત, તા.24 જુલાઇ 2020, શુક્રવાર
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની લીલી સુરત આવી રહી છે ત્યારે પાટીદાર બહુમતિ વાળા વિસ્તારમાં ભાજપના બેનર ફાડી નાખતા રાજકારણ ગરમાયું છે.ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી આર પાટીલની વરણી થયા બાદ તેઓ પહેલીવાર સુરત આવી રહ્યા છે.તેમના સ્વાગત માટે 30 કિલોમીટરની લાંબી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેલીને સી આર પાટીલ નું શક્તિ પ્રદર્શન પણ ગણવામાં આવે છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ અને સુરત એન્ટ્રી સમયે વાલક પાટીયાથી ભાજપ કાર્યાલય સુધી એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્દેશ પ્રમુખને આવકારવા માટે સમસ્ત પાટીદાર સમાજના નામે વરાછા રોડ પર ગેટ ઊભા કરીને બેનર લગાવાયા હતા.જોકે આજે રેલી શરૂ થાય તે પહેલા જ મોડી રાત્રિએ કેટલાક લોકોએ આ બેનર ફાડી નાખ્યા હતા.રાત્રિના સમયે કરફ્યુ હોવા છતાં બેનર ફાટાતા વિવાદ ઉભો થયો છે.પાટીદાર બહુમતિ વાળા વિસ્તારમાં ભાજપના બેનર ફરવાની ઘટનાને કારણે રાજકારણ ગરમાયું છે.