કર્મચારીઓને ધમકાવ્યા અને થપ્પડ મારી દીધી : વિડિઓ વાયરલ
સુરતમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ અને સ્થાનિક ભાજપ મહિલા કોર્પોરેટર વચ્ચે બબાલ સર્જાઇ હતી. મામલો સરથાણા પોલીસ મથકમાં પહોંચતા પોલીસે આગળની કાર્યવાહ હાથ ધરી હતી.ઘટનાનો વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ થયો હતો.ભાજપી મહિલા કોર્પોરેટર દાદાગીરી કરતા હોવાનું જોવા મળ્યું હતુ.ગાડી બોલાવું છું અને તમારા બધાની પથારી ફેરવુ છું.એ પ્રકારનો ટોન સાંભળવા મળ્યો હતો.સરથાણા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.સુરતના પુણાગામમાં મહાલક્ષ્મી માર્કેટ સામે ગજાનંદ સોસાયટીની બહાર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી,ત્યારે ભાજપના મહિલા કોર્પોરેટર સોનલ દેસાઇએ દબાણ હટાવવા આવેલી કોર્પોરેશનની ટીમ સામે ગેરવર્તણુંક કરી હતી તેમને સુરત કોર્પોરેશનના બે કર્મચારી પ્રતિક પટેલ અને મહેન્દ્ર પાટીલને ધમકાવ્યાં હતા, કર્મચારીના શર્ટનો કોલર પકડીને તેને થપ્પડ મારી દીધી હતી.