– સાંસ્કૃતિક સમિતિની બેઠકમાં સભ્યો ન હોવાથી નામકરણ કરાયું નહીં
સુરત : પાલ-ઉમરા બ્રિજનું મુખ્યમંત્રી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું પરંતુ બ્રિજનું નામકરણ જ કરાયું નથી.જેના કારણે ઉમરા ગામવાસીઓમાં રોષ હતો.ઉદ્ઘઘાટન થયા બાદ ગામવાસી પસાર થતાં પાલિકા કર્મચારી,પોલીસ સહિતનાઓ ને પૂછતાં રહ્યાં હતાં કે આ બ્રિજનું નામ શું રાખવામાં આવ્યું? ગત શુક્રવારે પાલિકામાં બ્રિજના નામકરણ અર્થે મળનારી સાંસ્કૃતિક સમિતિ કોરમના અભાવે મુલતવી રહી હોઈ નામકરણ જ થઈ શક્યું નથી.
ઉમરાવાસીઓ એ બ્રિજનું નામ શ્રી રઘુરામ સેતુ રાખવા અંગે લેખિતમાં રજુઆત કરી હતી,સાંસ્કૃતિક સમિતિના કામના એજન્ડા પર બ્રિજનું નામ શ્રી રઘુરામ સેતુ કરવાનું કામ પણ હતું,પરંતુ બેઠક ન મળતા નામકરણ થયું ન હતું.


