By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત પુર્વમાં આપના ઉમેદવાર કંચન જરીવાળાએ કરેલી બેવફાઈ ભાજપ માટે ફાયદાકારક સાબિત થઇ !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત પુર્વમાં આપના ઉમેદવાર કંચન જરીવાળાએ કરેલી બેવફાઈ ભાજપ માટે ફાયદાકારક સાબિત થઇ !
GeneralPoliticsSurat

સુરત પુર્વમાં આપના ઉમેદવાર કંચન જરીવાળાએ કરેલી બેવફાઈ ભાજપ માટે ફાયદાકારક સાબિત થઇ !

HM News
Last updated: 08/12/2022 12:00 PM
HM News
3 years ago
Share
SHARE

– સુરત પૂર્વમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી લડાઇમાં ભાજપનો 14017 મતે વિજય
– પુર્વ વિધાનસભામાં આપના ઉમેદવાર ખસી ગયા અને લઘુમતી અપક્ષ ઉમેદવાર ભાજપ માટે લીલું કમળ બનીને ફાયદો કરાવી ગયા

સુરત,તા.8 ડિસેમ્બર 2022,ગુરૂવાર : ભાજપ માટે ડેન્જર ઝોનમાં મુકાયેલી સુરત પુર્વ વિધાનસભા બેઠક કેટલાક ઉતાર ચઢાવ બાદ ભાજપે બાજી મારી લીધી છે.આ વિધાનસભામાં કોટ વિસ્તારના મતદારોએ ભાજપની નૈયા પાર લગાવી દીધી છે.આ બેઠક પર ત્રિપાંખીયો જંગ નહી પરંતુ ભાજપ- કોંગ્રેસ વચ્ચેનો જંગ માં ભાજપ બાજી મારી ગયું હતું.તો આપ ના ઉમેદવારનું રહસ્યમય સંજોગોમાં ફોર્મ પરત ખેંચવું ભાજપ માટે ફાયદાકારક સાબિત થયું છે.

વિધાનસભાની ચુંટણીમાં સુરતની પુર્વની બેઠક પર 92 હજાર લઘુમતિ મતદાર હતા અને તેમાં કોગ્રેસે લઘુમતિ ઉમેદવાર અસલમ સાયકલવાલાને ટિકિટ આપતાં ભાજપ માટે આ બેઠક પડકારરુપ બની હતી.જોકે, આ બેઠક પર ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ હથિયાર હેઠા મુકી દીધા હતા અને આપના ઉમેદવારે રહસ્યમય સંજોગોમાં ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું હતું જે ભાજપ માટે સીધું ફાયદામાં રહ્યું હતું.આપે રાણા ઉમેદવાર તરીકે કંચન જરીવાલાને મેદાનમા ઉતાર્યા હતા.કંચન જરીવાલા પાલિકાની ચુંટણીમાં સારો દેખાવ કર્યો હતો અને સમાજના મતમાં ભાગ પડાવે તેમ હતું.જોકે, તેઓએ રહસ્યમય સંજોગોમાં ઉમેદવારી પત્રક પાછું ખેંચતા ભાજપે ઉમેદવારી પત્રક પાછું ખેંચાવ્યાના આક્ષેપ થયાં હતા.

આપના ઉમેદવાર નહી રહેતાં આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ થઈ હતી.મતગણતરીના અંતે ભાજપના અરવિંદ રાણાને 73142 મત જ્યારે કોંગ્રેસના અસલમ સાયકલવાલાને 591325 મત મળ્યા હતા.આ ચુટણીમાં દસ જેટલા લઘુમતિ ઉમેદવાર મેદાનમાં હતા તે પણ ભાજપ માટે ફાયદાકરક રહ્યા છે.આ ચુંટણીમાં ભાજપના અરવિંદ રાણાનો 14017 મતે વિજય થયો છે.ગત વર્ષે આ બેઠક પરથી અરવિંદ રાણા 13347 મતે જીત્યા હતા તેના કરતાં વધુ મતથી આ વખતે વિજય થયો છે.

અમેરિકા:રાષ્ટ્રપતિ જો બાઈડનની સુરક્ષામાં રહેલા 150થી વધુ સુરક્ષા કર્મચારીઓ કોરોના પોઝિટિવ
કંગનાની માતાએ કોંગ્રેસને આપ્યો આંચકો, PM મોદી અને અમિત શાહને લઈને કહ્યું કે…ભારતીય જનતા પાર્ટીનું દામન થામી લીધું
વિશ્વનો સૌથી નાનો દેશ, વસ્તી છે માત્ર 27 લોકોની, બીજી ખાસિયત જાણીને ચોંકી ઉઠશો
ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ, તો 12 અધિકારીઓને પોલીસ મેડલ
પહેલી કેબિનેટ બેઠકમાં CM યોગીનો મહત્વનો નિર્ણય, ફ્રી રાશન યોજના લંબાવી
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલની જીત માટે ક્યા કારણો જવાબદાર?
Next Article AAPની હાર છતાં કેજરીવાલે આ કારણે ગુજરાતનો આભાર માન્યો, કહ્યું મિશન સફળ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up