સુરત શહેરના અડાજણમાં વેપારીએ નવનિર્મત કોમ્પલેક્સના અગિયારમા માળેથી કૂદીને જીવન ટૂંકાવી લીધું છે.આ 33 વર્ષનો પારસ શ્યામ ખન્ના કારની લે-વેચનું કામ કરતો હતો.પારસે મરતા પહેલા પોતાના ફોટા પર ઓમ શાંતિ અને રેસ્ટ ઇન પીસ લખીને મિત્રોને મોકલ્યો હતો.જે બાદ મિત્રોએ તેને શોધતા તેની લાશ મળી હતી.આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અડાજણ વિસ્તારમાં આવેલી કલાપી રેસિડેન્સીમાં રહેતા 33 વર્ષના પારસ શ્યામ ખન્ના પરિવાર સાથે રહેતો હતો.પ્રાથમિક તારણ પ્રમાણે,પત્નીના ચારિત્ર પર શંકાને કારણે અવારનવાર ઝઘડા થતા હતા.જેના કારણે પારસે અંતિમ પગલુ લેવા મજબૂર થયો હોય શકે છે એમ માનવામાં આવી રહ્યું છે.પાલ RTO સામેના એક 11 માળના નવનિર્મિત કોમ્પલેક્સ નીચેથી પારસની લાશ મળી આવતા 108 અને અડાજણ પોલીસને જાણ કરાઈ હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયામાં પોતાના ફોટા કર્યા અપલોડ
આપઘાત પહેલા પારસે પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પોતાના જ ફોટા પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મેસેજ કર્યા હતા.જેના કારણે મિત્રો અને પરિવાર પણ ચિંતામાં આવી ગયું હતું.માનસિક તાણમાંથી અન્યોને તે હસાવીને બહાર કાઢતો હતો
મિત્રોના જણાવ્યા પ્રમાણે, પારસ ખૂબ મોજીલો હતો.તે માઈન્ડ ફ્રીની થેરાપીમાં માસ્ટર હતો.પરંતુ એક તરફ છેલ્લા ઘણા મહિનાથી ધંધો બરાબર ચાલતો ન હતો તેમજ આવકનું અન્ય કોઈ સાધન પણ ન હતું.આ ઉપરાંત પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો થઈ ગયો હતો જેને કારણે પરિવારમાં અનેક વાર ઝઘડા થતા હતા. બીજાને હસાવનાર પોતે તણાવમાં રહેવા લાગ્યો હતો.સોમવારે ઝઘડો થયા બાદ ઘરની બહાર નીકળી ગયો હતો અને પરિવારના શોધખોળ બાદ પણ ન મળ્યો હતો. આખરે મિત્રોને તેનો મૃતદેહ મળ્યો હતો.


