– મુંબઈ એરપોર્ટ પર 2.30 કલાકે ઉતર્યા બાદ કારમાં સુરત આવ્યા હતા ત્યારે ભટાર ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગ દરમ્યાન ખુલાસો થતા તુરંત જ તકેદારીના પગલા રૂપે પોલીસે મનપાના જાણ કરી દીધી
સુરત, તા. 22 માર્ચ 2020 રવિવાર
જીવલેણ કોરોના વાયરસના હેવોક અંતર્ગત અરમાનિયાથી બાય ફલાઇટ મુંબઇ પરત આવી ત્યાંથી કારમાં સુરત આવનાર પાંચ જણાને ખટોદરા પોલીસે ભટાર ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમ્યાન અટકાવીને તેઓને તકેદારીના ભાગ રૂપે તુરંત જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્થિત કોરોનટાઇન્ટ વોર્ડમાં મોકલી આપવામાં આવ્યા હતા.
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે આજે રવિવારના રોજ જનતા કરફયુની જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ સુરતમાં પણ પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રની સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ હરક્તમાં આવી ગયું છે અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ વિદેશથી આવનારને ફરજીયાત પણે મેડિકલ ચેકઅપ કરાવવા ઉપરાંત કોરોન્ટાઇન રહેવાની સુચના આપવામાં આવી છે. દરમ્યાનમાં આજે વ્હેલી સવારના અરસામાં ખટોદરા પોલીસ મથકના પીએસઆઇ સ્ટાફ સાથે ભટાર ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન મહારાષ્ટ્ર પાસિંગની એક કારને અટકાવી હતી.