સુરત, 10 ડિસેમ્બર 2023 મંગળવાર : સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે.એક જ દિવસમાં સુરત પોલીસે 49 ગુના દાખલ કર્યા છે અને 34 વ્યાજખોરોની ધરપકડ કરી છે,જયારે સૌથી વધુ ગુના ઝોન 5ની હદમાં આવતા પોલીસ મથકમાં 30 ગુના નોંધવામાં આવ્યા છે. 27 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે.વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં એટલે કે પ્રથમ 9 જ દિવસમાં પોલીસે 103 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.જેમાં 111 આરોપીઓ સંડોવાયેલા છે,જેમાં 85ની ધરપકડ થઇ છે જયારે 26 ઈસમો વોન્ટેડ છે.
સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કાકડ કાર્યવાહી શરુ કરી છે.આ કાર્યવાહી વર્ષ 2022થી કરવામાં આવી રહી છે.વર્ષ 2022માં છેલ્લા ત્રણ મહિનામાં 53 કેસો કરવામાં આવ્યા હતા.જેમાં 72 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં એટલે કે પ્રથમ 9 જ દિવસમાં પોલીસે 103 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.જેમાં 111 આરોપીઓ સંડોવાયેલા છે.જેમાં 85 ની ધરપકડ થઇ છે,જયારે ૨6 ઈસમો વોન્ટેડ છે.આ ઉપરાંત 9 જન્યુઅરીના જ એક જ દિવસમાં શહેરમાં 49 ગુના નોંધવામાં આવ્યા છે.જેમાં 34 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.એક જ દિવસમાં નોંધાયેલા ગુનાઓમાં સૌથી વધુ ગુના ઝોન ૫માં એટલે કે અડાજણ,પાલ,રાંદેર,જહાંગીરપુરા,અમરેલી,ઉત્રાણ પોલીસ મથકની હદમાં 30 ગુના એક જ દિવસમાં નોંધવામાં આવ્યા છે.
વ્યાજખોરો પાસેથી કબજે કરાયેલો મુદામાલ
– અરજદારના ફ્લેટ (મકાન)નો અસલ દસ્તાવેજ
– ડાયરી નંગ 19
– વ્યાજના હિસાબની બુક મોટી – 05
– પ્રોમીસરી નોટ – 01
– ફોન- 05
– ભોગ બનનારનું બાઈક
– ભોગ બનનારની સોનાની ચેઈન – 01
– અરજદારની દુકાનનો અસલ દસ્તાવેજ
સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વર્ષ 2022માં કેટલાક પોલીસ મથકના ઇન્સ્પેકશન અને અરજી નિકાલની ઝુંબેશ દરેક પોલીસ મથકમાં દરેક બ્રાંચમાં રાખવામાં આવી હતી.અવાર નવાર ધ્યાને આવ્યું હતું કે વ્યાજખોરો જરૂરિયાતમંદ લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી ગેરકાયદે ઉચું વ્યાજ વસુલી રહ્યા છે.વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે કેટલાક પરિવાર ડીપ્રેશનમાં મુકાઈ જતા હતા.તો કેટલાક લોકો આપઘાત કરવાનું વિચારતા હતા.આ બધી વસ્તુ ધ્યાને આવતા સચોટ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી હતી.
ઓક્ટોબર મહીનાથી ડ્રાઈવ શરુ કરવામાં આવી હતી, પહેલા પણ કેસો થતા હતા પરંતુ ઓક્ટોબર 2022થી એક ઝુંબેશના ભાગરૂપે સ્પેશીયલ ડ્રાઈવ શરુ કરવામાં આવી હતી.જેમાં વર્ષ 2022ના છેલ્લા ત્રણ મહિનામાં 53 કેસો કરવામાં આવ્યા હતા.જેમાં 72 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.આ કેસો બે રીતે નોંધવામાં આવ્યા હતા, કારણ કે લોકો માનસિક દબાણ અનુભવતા હતા,બીક હતી લોકો સામે આવતા ન હતા.જેથી આખા વિસ્તારમાં ટીમ મોકલવામાં આવી હતી.ગુપ્ત માહિતી એકત્ર કરી ગેરકાયદે વ્યાજનો ધંધો કરતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.કોઈપણ વ્યક્તિ રજીસ્ટ્રેશન વગર નાણા ધીરધારનો ધંધો કરી શકે નહીં,પોલીસ તપાસમાં કેટલાક લોકો રજીસ્ટ્રેશન વગર આ ધંધો કરતા હતા.આવા ઈસમોની મહિતી એકત્ર કરી ઓફિસોમાં રેડ કરી ડાયરીઓ સહિતનો મુદામાલ જપ્ત કરી સરકાર તરફે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.
આ ઝુંબેશ વર્ષ 2023માં ચાલુ છે.જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં એક સ્પેશિયલ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે.સુરતમાં 1 થી 9 જાન્યુઆરી દરમ્યાન 103 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.જેમાં 111 આરોપીઓ સંડોવાયેલા છે,જેમાં 85ની ધરપકડ થઇ છે. જયારે 26 ઈસમો વોન્ટેડ છે,જેને પકડવાની કામગીરી ચાલુ છે.આ ઝુંબેશ વધુમાં વધુ વેગવંતી બનાવવામાં આવી રહી છે.9 જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં શહેરમાં 49 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.જેમાં સૌથી વધુ ગુના ઝોન 5માં 30 ગુના નોંધવામાં આવ્યા છે.આ ડ્રાઈવને વધુ સ્ટ્રોંગ કરવા માટે અલગ અલગ સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે.ખાસ કરીને બે સ્ટ્રોંગ ટીમ બનાવી છે.એક ઇકો સેલ અને એક ક્રાઈમ બ્રાંચમાં ટીમ બનાવવામાં આવી છે,જયારે દરેક ઝોનમાં એલસીબી ટીમ તૈયાર કરવામાં આવી છે.જે ટીમ પોત પોતાના વિસ્તારમાં જે આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે,તે આરોપીઓ જામીન મળ્યા બાદ ફરી આવા ધંધા ચાલુ ન કરે તે અંગેની તપાસ કરશે.
આ ઝુંબેશ પૂરી તાકાતથી ચલાવવામાં આવી રહી છે અને આગળ પણ ચાલુ જ રહેશે. કોઈ પણ ઇસમ જાહેર વ્યવસ્થા માટે જોખમરૂપ આ પ્રવુતિના મારફતે જણાશે,તો તેના વિરુદ્ધ પાસા હેઠળના પગલા પણ લેવામાં આવશે.કેમ કે શાહુકાર ધારા મુજબના ગુના આચરનાર ઉસમો વિરુદ્ધ પાસા કરી શકાય એવી જોગવાઈ પણ છે અને આ જોગવાઈ પ્રમાણે 7 ઈસમોને પાસા મુજબ અટક કરી જેલમાં મોકલ્યા છે.બીજા કેટલાક કેસોમાં પણ પાસા મુજબની કાર્યવાહી શરુ છે.લોકોના લોહી ચૂસવાની આવી પ્રવુતિ શહેરમાં કોઈ પણ સંજોગે ચલાવી લેવાશે નહીં.અમારી ટીમો લોકોના સંર્પકમાં રહેશે.દરરોજ 1૨ થી 1 વચ્ચે કોઈ પણ નાગરિકને તકલીફ હોય તો મને પણ રૂબરૂ મળી શકે છે.