By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત: પ્રતિબંધ હોવા છતાં મસ્જિદમાં નમાઝ અદા કરવા બધાને ભેગા કરો તેમ કહેનારા મૌલવીની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત: પ્રતિબંધ હોવા છતાં મસ્જિદમાં નમાઝ અદા કરવા બધાને ભેગા કરો તેમ કહેનારા મૌલવીની ધરપકડ
GeneralGujarat NowSurat

સુરત: પ્રતિબંધ હોવા છતાં મસ્જિદમાં નમાઝ અદા કરવા બધાને ભેગા કરો તેમ કહેનારા મૌલવીની ધરપકડ

HM News
Last updated: 27/03/2020 10:18 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત, તા. 27 માર્ચ 2020 શુક્રવાર

કોરોના વાયરસના સંક્રમણને લીધે લોકડાઉન જાહેર થયું હોય ધાર્મિક સ્થળોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા ઉપર પ્રતિબંધ હોવા છતાં મસ્જીદમાં નમાઝ અદા કરવા બધાને ભેગા કરો તેવી ઓડિયો કલીપ બનાવી વ્હોટ્સએપ ઉપર ફરતી કરનાર રીંગરોડના ઇન્સાફ ફાઉન્ડેશનના પ્રમુખ અને મૌલવી વિરૂદ્ધ સલાબતપુરા પોલીસે સોમવારે ગુનો દાખલ કરી તેની ઓફિસ, ઘરે છાપો માર્યો હતો પરંતુ તે ફરાર થઇ ગયો હતો. જોકે, સલાબતપુરા પોલીસે ગતરોજ તેને ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોરોના વાયરસના સંક્રમણને લીધે લોકડાઉન જાહેર થયું હોય જાહેર અને ખાનગી સ્થળોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા ઉપર સુરતના પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મુક્યો છે. જેથી ધાર્મિક કથા, નમાઝ, પ્રાર્થના કે ધાર્મિક કાર્યક્રમ અર્થે મંદિર, મસ્જીદ કે અન્ય ધાર્મિક સ્થળો ઉપર લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ શકે નહીં.

દરમિયાન,ગત સોમવારે સાંજે સલાબતપુરા પોલીસ મથકના એલઆઈબીના હેડ કોન્સ્ટેબલ જ્ઞાનેશ્વરભાઈને વ્હોટ્સએપ ઉપર એક ઓડિયો કલીપ મળી હતી. જેમાં ધાર્મિક સ્થળે લોકોના એકત્ર થવાના જાહેરનામાનો ઉલ્લેખ કરી મસ્જીદ હાલમાં બંધ કરવાનું મુનાસીબ નથી, નમાઝ અદા કરવા બધાને ભેગા કરો તેમ કહેવાયું હતું. આ અંગે તેમને પીએસઆઇ એમ.ડી.ગામીતને જાણ કરી હતી.

પોલીસે ઓડિયો કલીપ કોને વાયરલ કરી તે દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે લોકોમાં ઉશ્કેરણી થાય તેવી અફવા ફેલાવતી ઓડિયો કલીપ રીંગરોડ ટવેન્ટી ફર્સ્ટ બિલ્ડિંગની સામે આવેલા ઇન્સાફ ફાઉન્ડેશનના પ્રમુખ અને મૌલવી ફયાઝુદ્દીન દાદામિયાં શેખ ( લાતુરી ) એ બનાવી વાયરલ કરી છે.

પોલીસે આ અંગે મૌલવી વિરૂદ્ધ ગુનો નોંધી તેની ઓફિસ, તેના નાનપુરા ગાંધીબાગની પાછળ આવેલા અમરજ્યોત એપાર્ટમેન્ટના ઘરે તેમજ તેના સંબંધીઓના સ્થાનો ઉપર છાપો માર્યો હતો પરંતુ તે ફરાર થઇ ગયો હતો. દરમિયાન, સલાબતપુરા પોલીસે ગતરોજ મૌલવીની ધરપકડ કરી હતી.

મારી મમ્મી 3 પુરુષો સાથે લિવ ઈનમાં છે, તેમાંથી એકને હું બાળપણમાં મામા કહેતો… દીકરાની હાઈકોર્ટમાં રજૂઆત
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની બાળકીનું અપહરણ
દિલ્હીમાં ગુજરાતના ઓફિસરોનો દબદબો, PM મોદીએ 6 વર્ષમાં આટલાને બોલાવ્યા
કોરોનાથી ઇટાલીમાં હાહાકાર : ૭,૫૦૩નાં મોત, માત્ર લોમ્બાર્ડીમાં જ વાઈરસ ૩૫૦૦થી વધુને ભરખી ગયો
લો હવે નેતા તાંત્રિકના શરણે : કોંગ્રેસમાં તાંત્રિક વિધિ કરવાના મુદ્દે ઓડિયો વાઇરલ થતા મહિલા કોર્પોરેટર સામે પ્રમુખે આપ્યા તપાસના આદેશ
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં લોકડાઉન : ચુસ્ત પાલન કરાવવા રેપીડ એક્શન ફોર્સે તૈનાત કરાય
Next Article વૈશ્વિક અર્થવ્યવસ્થાને ફટકો : G-20 દેશો આપશે 5 ટ્રિલિયન યૂએસ ડોલર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up