સુરત :સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાણાનીના પુત્રનો વિવાદ સામે આવ્યો છે.એક મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ મંત્રીના પુત્ર પર લાગ્યો છે. મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.જેમાં મંત્રી કુમાર કાણાનીના પુત્ર પ્રકાશ કાણાનીએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું કે, 365 દિવસ ડ્યુટીમા ઉભી રાખવીશ. ત્યારે હાલ આ ઓડિયો ક્લિપ સુરતમાં ચર્ચાના ચગડોળે ચઢી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,ગઈકાલે શુક્રવારે પ્રકાશ કાણાનીના મિત્રો ફોર વ્હીલ કારમાં રાત્રે 10.30 કલાકે જઈ રહ્યા હતા.કરફ્યૂ લાગ્યો હોવા છતા ગાડીમાં પાંચ લોકો જઈ રહ્યા હતા. આવામાં કોન્સ્ટેબલ સુનિતા યાદવે તેમને રોક્યા હતા. ત્યારે મિત્રોએ પ્રકાશ કાનાણીને બોલાવ્યો હતો.પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે વચ્ચે જીભાજોડી થઈ હતી.બંને વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો બહાર આવ્યો છે. જેમાં મહિલા કોન્સ્ટેબલ કહી રહી છે કે,પોલીસની વર્દીમાં બહુ પાવર છે. વડાપ્રધાન મોદીને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં.તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો, ડીજી પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી.મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી.મંત્રીનો દીકરો છે તો શું થયું.
તો બીજી તરફ,વિવાદ સળગતા પીઆઈએ મહિલા કોન્સ્ટેબલને ફરજ પૂરી થઈ કહીને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું.ત્યારે મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કરાયા હોવાનો આરોપ ઉઠ્યો છે.મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સમગ્ર મામલો જોઈએ તો શુક્રવારે એક ઓડિયો વાયરલ થયો હતો તે મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ (એલઆર) સુનિતા યાદવની ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા.બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી.
આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુનીતા યાદવે કહ્યું હતું કે,પોલીસની વર્દીમાં બહુ પાવર છે.વડાપ્રધાન મોદીને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં.તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો, ડીજી પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી.
મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દીકરો છે તો શું થયું. એક કામ કરો મારી બદલી કરાવી દો. મારે ગાંધીનગર જવું છે, બહુ મગજમારી નથી કરવી, સસ્તામાં કરાવી દેજો. કોન્સ્ટેબલે વરાછા પો. સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એન.સગરને પણ જગ્યા પરથી ફોન કર્યો હતો.
સમગ્ર મામલે પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ઓડિયો સાંભળ્યો. મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ પગલા લેવાશે.તો બીજી તરફ મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે કહ્યું કે અમને ધમકી આપવામાં આવી તો કાંઈ સાંભળી લેવાનું. મોડી રાત્રે એલઆર સુનિતાએ રાજીનામું આપી જણાવ્યું હતું કે, નોકરી નથી કરવી. તેને ડિપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષ થયા છે.
‘કથિત ઓડિયોમાં માહીએ કોન્સ્ટેબલ કહી રહી છે કે “તમે કુમાર કાનાણી સાહેબના પુત્ર છો તો તો શું અમારે તમારી ગુલામી કરવાની છે? તમે કયો કે ૩૬૫ દિવસ હું તને ઉભી રાખી શકું તો શું હું તારા બાપની નોકર છું? વગેરે બોલી રહી છે. આ ઓડિયો સામે આવ્યા બાદ ખુજ બ વાયરલ થઇ રહ્યો છે.
આમ કથિત મામમાં વાયરલ ઓડિયોમાં મંત્રી કુમાર કાનાણીના પુત્રનું નામ સામે આવતા મંત્રી કુમાર કાનાણી ફરી ચર્ચામાં આવ્યા છે, બાદમાં આ મામલામાં કુમાર કાનાણીના પુત્રનું નામ આવતા કિશોર કાનાણી અને તેમના પુત્ર પ્રકાશ કાનાણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સંપર્કઃ થઇ શક્યો નથી.
જણાવી દઈએ કે કોરોના મહામારી દરમિયાન આરોગ્યમંત્રી પોતાની કાર્યપ્રણાલી અને નિષ્ક્રિયતાને લઈને સતત વિવાદમાં રહ્યા છે ત્યારે જો આ ઓંડીયોની પુષ્ટિ કરવામાં આવે અને પુષ્ટિ થઇ જાય તો ફરી એક વખત મંત્રી વવિવાદમાં આવી શકે છે પરંતુ હવે આ મામલો દબાઈ જાય છે કે સત્ય સામે આવે છે એ જોવું રહ્યું.
જણાવી દઈએ કે આ અગાઉ પણ હજુ તાજેતરમાં જ AAP ના સુરત શહેર પ્રભારી રામ ધડુક પર થયેલા જીવલેણ હુમલા પાછળ પણ AAP દ્વારા મંત્રી કુમાર કાનાણીના માણસો હોવાના જ આક્ષેપો કર્યા હતા ત્યારે પણ મંત્રી વિવાદમાં આવ્યા હતા અને હવે કથિત ઓડિયો બાદ પોતાના પુત્રના લીધે ચર્ચામાં આવ્યા છે.


