સુરત,31 જુલાઈ : સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા ગુરુવારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બોલાવવામાં આવી હતી.જેમાં નગરસેવકોને બોલવા દેવામાં ન આવતા કોંગી નગરસેવકે અનોખી રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.કોંગ્રેસના નગરસેવક શૈલેષ રાયકાએ પ્લે કાર્ડ દેખાડીને પોતાનો વીરોધ પ્રદર્શિત કર્યો હતો.મનપામાં મળેલી આ વીડિયો કોન્ફરન્સ મારફતની સામાન્ય-સભામાં કોર્પોરેટરોને બોલવા માં આવવા દેતા નથી. તેથી કોંગી નગરસેવક શૈલેષ રાયકાએ મૌન રહીને પ્લે-કાર્ડ બતાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો.તેણે વિડીયો કોન્ફરન્સમાં બોલ્યા વગર પોતાનો અવાજ રજુ કર્યો હતો.વર્તમાન પરિસ્થિતિમાં ચાલી રહેલ કોરોના મહામારી સામે લડવા અને તાજેતરમાં થયેલ હદ-વિસ્તરણ ને કારણે નવા સમાયેલ 2 નગરપાલિકાઓ અને 27 નવા ગામોના પ્રાથમિક સુવિધાના વિકાસ કામો માટે 10 હજાર કરોડ ની આર્થિક મદદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસર થી ફાળવવામાં આવે એવી માગણી પ્લે-કાર્ડ મારફતે કરી હતી.
નગરસેવક રાયકાએ જણાવ્યું હતું કે હાલ ની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે કોરોનાની મહામારીને કારણે પાલિકાને વેરાની અને અન્ય આવકમાં ખુબ જ ઘટાડો થયેલ જણાય છે તેથી પાલિકાની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થયેલ છે જેથી મેયર અને કમિશનર રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ તાત્કાલિક અસરથી મંજુર કરાવી લાવે અને પાલિકાને થયેલ આર્થિક નુકસાન ને સરભર કરી પાલિકા ને મદદ કરે.