– એક ટોઇલેટ પાછળ 10 લાખથી વધુ ખર્ચાયાનો RTIમાં ઘટસ્ફોટ
– સામાન્ય રીતે ટોઇલેટ બનાવવાનો ખર્ચ 2 લાખ થતો હોય છે, સ્માર્ટ ટોઇલેટ પાછળ લખલૂંટ ખર્ચ
સુરત : સુરત પાલિકા પાસેથી આરટીઆઇ એક્ટિવિસ્ટ તુષાર મેપાણીએ માહિતી માંગતા સુરતમાં કરોડોનું ટોઇલેટ કૌભાંડ હોવાનું બહાર આવ્યું હતું.તુષાર મેપાણીએ જણાવ્યું હતું કે, જે યુરીનલ બ્લોક એકથી દોઢ લાખમાં બની શકે તેના 10-11 લાખ જેવી રકમ ચૂકવવામાં આવી છે કતારગામ ઝોનના પાંચ સ્થળોએ તપાસ કરતા કતારગામ ગજેરા સ્કૂલ સામે,કોસાડ,અમરોલી ફાયર સ્ટેશનની બાજુમાં,અશ્વનિકુમાર ગરનાળા પાસે તેમજ કાંસાનગર કતારગામ સહિતના સ્થળો પર બનેલા યુરીનલ અને કોસાડમાં બનેલું ટોઇલેટ બ્લોક આ બધું મળીને 1 કરોડ 37 લાખનું ખર્ચ થયું હોવાની માહિતી સુરત મહાનગર પાલિકાએ આપી હતી પરંતુ દરેક જગ્યાએ સ્થળ પર અન્ય કોન્ટ્રાક્ટરને લઈને પૂછવામાં આવ્યું કે આટલી જગ્યામાં અને આબેહૂબ આના જેવું યુરીનલ બોક્સ મારે મારી પોતાની ખાનગી જગ્યામાં બનાવવું છે તો તેનો ખર્ચ કેટલો લાગે.
જ્યારે કોન્ટ્રાક્ટરે દોઢ-બે લાખનો અંદાજ આપ્યો હતો તેની સામે સુરત મહાનગરપાલિકાએ એકના 11 લાખ કરતા વધારે રકમ ચૂકવ્યા છે.પાંચ સ્થળોએ મળીને પણ કદાચ 35થી 40 લાખ રૂપિયા જેટલી રકમમાં બની શકતા ટોઇલેટ અને યુરીનલ બોક્સના 1 કરોડ 37 લાખ ચૂકવ્યા છે.


