By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત મ્યુનિ. ચૂંટણી LIVE : 30 વોર્ડની 120 બેઠકો પર અત્યાર સુધીમાં સરેરાશ 18 ટકા મતદાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે મતદાન કર્યુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મ્યુનિ. ચૂંટણી LIVE : 30 વોર્ડની 120 બેઠકો પર અત્યાર સુધીમાં સરેરાશ 18 ટકા મતદાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે મતદાન કર્યુ
GeneralPoliticsSurat

સુરત મ્યુનિ. ચૂંટણી LIVE : 30 વોર્ડની 120 બેઠકો પર અત્યાર સુધીમાં સરેરાશ 18 ટકા મતદાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે મતદાન કર્યુ

HM News
Last updated: 21/02/2021 6:56 AM
HM News
5 years ago
Share
SHARE

– ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમીના 114 ઉમેદવારો વચ્ચે સીધો જંગ

સુરત : એશિયાના સૌથી વધુ ઝડપથી વિકસતા સુરત શહેરની મહાનગરપાલિકાના કાઉન્સિલર બનાવા માટેની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે.સવારથી જ રાજકીય પાર્ટીઓના આગેવાનોએ મતદાન કરવાની શરૂઆત કરી દીધી છે.છેલ્લા ઘણા દિવસથી પ્રચાર અભિયાન કર્યા બાદ હવે રાજકીય પાર્ટી માટે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે.દરમિયાન સરથાણા ખાતે મતદાન સેન્ટર પર હેન્ડ ગ્લવ્ઝ ન આપતા લોકો અકળાયા હતા.

ભાજપ-કોંગ્રેસના નેતાઓ મતદાન કરવા પહોંચ્યા

ભાજપના નેતાઓ દ્વારા અને કોંગ્રેસના કેટલાક નેતાઓ સવારથી જ મતદાન કરવાનું શરૂ કરી દીધું હતું.રાજકીય પાર્ટીઓ માટે સૌથી મોટો પડકાર મતદારોને મતદાન મથક સુધી લઈ જવાનો છે.છેલ્લા રાજકીય પાર્ટીઓના તમામ નેતાઓ દ્વારા સતત લોકોને ગઇકાલથી જ અપીલ કરવામાં આવી રહી હતી કે મોટી સંખ્યામાં મતદાન મથકો પર જઈને મતદાન કરે.શહેરના જાણીતા વ્યક્તિઓ દ્વારા પણ આ જ પ્રકારે સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવી હતી.

કોરોના ગાઈડલાઈન સાથે મતદાન

તમામ બુથો ઉપર વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.કોરોના ગાઈડલાઈન સાથે મતદાન શરૂ કરવામાં આવ્યું છે.મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીઓના પડે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ મતદાન ભૂતની ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ચૂંટણી જંગમાં કુલ 484 ઉમેદવારો

ચૂંટણી જંગમાં કુલ 484 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. મહાનગર પાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાટીના 114 ઉમેદવારે મેદાનમાં ઉતર્યા છે. જેની સામે અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78ના ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યાં છે. અંદાજે 32.88 લાખથી વધુ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને કાઉન્સિલર માટે મતદાન કરી રહ્યા છે.

વોર્ડ નંબર-2માં સૌથી વધુ મતદાન મથકો

પાલિકાની ચૂંટણીમાં 18,17,238 પુરૂષ અને 14,70,999 સ્ત્રી મતદારો મળી કુલ 32,88,352 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ સવારે સાતથી સાંજના 6 વાગ્યા સુધીમાં કરશે. વોર્ડનં. 02માં કુલ 165 મતદાન મથકોમાં સૌથી વધુ 1,73,515 મતદારો નોંધાયા છે, જેમાં મતદાન મથક દીઠ સરેરાશ 1052 મતદારો થાય છે.જ્યારે સૌથી ઓછા મતદારો ધરાવતા વોર્ડ નં.15 માં 84,646 મતદારો છે. આ વોર્ડમાં મતદાન મથક દીઠ સરેરાશ 1008 મતદારો થાય છે.

વોર્ડ નં.27માં સૌથી વધુ 28 ઉમેદવાર

મનપાની ચૂંટણીમાં વોર્ડ નં.27 ડિંડોલી (દક્ષિણ)માં સૌથી વધુ 28 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 11 ઉમેદવાર અપક્ષના છે. તો બીજી તરફ વોર્ડ નં.15 કરંજ-મગોબમાં સૌથી ઓછા 12 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

4400 ઇવીએમ મશીનો મૂકાયા

પાલિકાની ચૂંટણીમાં કુલ 4400 ઈવીએમ મશીનો વિવિધ મતદાન મથકો પર મૂકી દેવામાં આવ્યાં છે. કોઈ મશીનમાં ખરાબી નીકળે તો એક્સ્ટ્રા મશીન પણ મૂકી દેવામાં આવ્યાં છે.આ સિવાય પણ ઝોનમાં મશીન વધારાના રાખવામાં આવ્યાં છે.જેથી યોગ્ય ઉપયોગ કરી શકાય.

મતદારોને હેન્ડ ગ્લવ્ઝ આપી મતદાન

કોરોનાની મહામારીને ધ્યાને લઇને સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદારોને પણ મતદાન કરવા માટે હેન્ડ ગ્લવ્ઝ આપવામાં આવી રહ્યાં છે.સાથે જ મતદાન વખતે મતદાન કરવા માટે આવનારા મતદારોને સેનેટાઇઝ કરવા ઉપરાંત હેન્ડ ગ્લવ્ઝ આપીને મતદાન કરાવાઈ રહ્યું છે. મતદાન મથકો તથા અન્ય પ્રક્રિયામાં સંકળાયેલા સ્ટાફનો એન્ટીજન ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદ મ્યુનિ. ચૂંટણી LIVE : અમદાવાદના મેઘાણીનગરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, પોલીસના ધાડા ઉતર્યા
Next Article સુરતમાં મધરાત્રે બે મિત્રો પર 15થી વધુના ટોળાએ ઘાતકી હુમલો કરી એકને પતાવી દીધો, એકની હાલત ગંભીર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up