સુરત : સુરતના પુણા વિસ્તારમાં રહેતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.વર્ષ 2016થી યુવતી સાથે પ્રેમમાં હોવાનું કહીને કાર લેવાના નામે 60 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના પડાવી લીધા હતાં.યુવતી અને આરોપી યુવકને સાથે જોઈ ગયેલા મિત્રએ પણ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.યુવતીની ફરિયાદના આધારે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પુણા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર બેંગ્લોર ખાતે રહેતા રાજ ઉર્ફે વિકાસ લાલારામ આંજણા પટેલ અને પુણાગામ રેશ્મા રો હાઉસ ખાતે રહેતા લચ્છારામ લક્ષ્મણ ચૌધરી સાથે હિનાબેન(નામ બદલેલ છે)દુષ્કર્મની ફરિયાદ આપી છે.જેમાં રાજ પટેલે હિના સાથે મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ હોટલ અને ફાર્મ હાઉસમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
હિના પાસેથી મકાન અને કાર ખરીદવા માટે રૂપિયા 60 લાખ પડાવ્યાં હતાં.હિના રાજ સાથે પ્રેમ કરતી હોય તેણે તેના માતા પિતાને જાણ કર્યા વગર સોના ચાંદીના દાગીના ઘરેથી લઈ આવી રાજને આપી દીધા હતાં.આ ઉપરાંત લચ્છારામ ઉર્ફે લક્ષ્મણ ચૌધરીએ હિના અને રાજને જોઈ લેતા લચ્છારામ હિનાને આ અંગે તેના માતા પિતાને જાણ કરી દેવાની ધમકી આપી તેણી સાથે બદકામ કર્યું હતું.રૂપિયા-દાગીના સહિતનો મુદ્દામાલ મળી જતાં રાજે પોતાને અસલી રંગ બતાવ્યો હબતો. 60 લાખના સોના ચાંદીના દાગીના મેળવી લઈને રાજે દગો આપી દીધો હતો.હિનાએ રાજ અને લચ્છારામ સામે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


