સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં રહેતા ડ્રાયફ્રૂટના વેપારીની 42 વર્ષીય પત્નીને રાજસ્થાન બાડમેર ખાતે રહેતા તેના નણંદના દીકરાએ કમરના દુઃખાવાની દવામાં આપી હતી ત્યાર બાદ પરિણીતાને ઘેન આવતા તેનો ફાયદો ઉઠાવી શારિરીક અડપલાં કરી તેના મોબાઈલમાં ફોટા પાડી સમાજમાં મોકલી બદનામ કરવાની ધમકી આપીને બિભત્સ માંગણી કરી બ્લેક મેઈલ કરવામાં આવી હતી.છતાંયે પરિણીતા તાબે નહી થતા તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી પતિ સહિત પરિવારના સભ્યોના મોબાઈલમાં વોટ્સ અને ટે્ક્સ મેસેજ દ્વારા બદનામી થાય તે રીતના કમેન્ટસ મોકલ્યા હતા. પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.
મળતી માહિતી પ્રમાણે પુણા વિસ્તારમાં રહેતા અને હાલમાં ડ્રાયફુટના વેપાર સાથે સંકળાયેલા વેપારી સન 2016માં ચાનો ધંધો કરતા હતા અને ધંધાના કામ માટે વતન રાજસ્થાનના બાડમેર ખાતે ગયા હતા અને ત્યાંજ સ્થાયી થયા હતા.
દરમિયાન નવેમ્બર 2018માં વેપારીની 42 વર્ષીય પત્નીને કમરમાં દુખાવો થતા તેમની નણંદના દીકરા દીલીપ બંસીલાલ વૈષ્ણવ (ઉ.વ.45 ,રહે, આસોતરા ગામ તા. સિવાણ જીલ્લો બાડમેર ) તેમને કમરના દવા આપવાને બહાને ઘરે આવ્યો હતો અને દવા આપી હતી.
જે દવા લીધા બાદ પરિણીતાને ઘેન આવતા દિલીપ વૈષ્ણવે તેનો ફાયદો ઉઠાવી મરજી વિરુદ્ધ શારિરીક અડપલા કર્યા હતા.આના તેના ફોટા મોબાઈલમાં પાડી લીધા હતા. જે ફોટાના સહારે દિલીપ અવાર નવાર પરિણીતાના ઘરે જઈ શારીરીક અડપલા કરી બિભત્સ માંગણી કરતો હતો.જો માંગણી નહી સંતોષાય તો ફોટા સમાજમાં મોકલી બદનામ કરી દેવાની ધમકી આપો હતો.
સતત ચાર મહિના સુધી ત્રાસ સહન કર્યા બાદ પરિણીતા તેના દીકરા સાથે સુરત રહેવા માટે આવી ગઈ હતી.છતાંયે દિલીપે તેનો પીછો છોડ્યો ન હતો. અને મોબાઈલ ઉપર ખરાબ કોમેન્ટસ લખીને મોકલી મળવા માટે નહી આવે તો સમાજમાં બદનામ કરી નાખવાનું કહી પતિ, પુત્રી, પુત્ર, પિતા, ભાઈ સહિત પરિવારના સભ્યોને મોબાઈલમાં બદનામી થાય તેવી રીતના કોમેન્ટસ મોકલ્યા હતા.
તેમજ મળવા નહી આવે તો પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આખરે કંટાળી પરિણીતાઍ દિલીપ વૈષ્ણવ સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


