શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ગાર્ડન ગ્રુપે 2.5 લાખના ખર્ચે અયોધ્યાના રામમંદિરની પ્રતિકૃતિ ધરાવતો ગણેશ પંડાલ તૈયાર કર્યો છે.જેમાં ગણેશજીની સ્થાપ્ના કરાશે.ગાર્ડન ગ્રુપ છેલ્લા 12 વર્ષથી આ રીતે વિવિધ થીમ આધારિત આયોજન કરે છે. આ વર્ષે રામમંદિર બાંધવાની મંજૂરી મળી જતાં તેની ઉજવણીના ભાગરૂપે આ પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે.આ મંદિર થર્મોકોલમાંથી તૈયાર કરાયું છે. જે 12 બાય 12નું છે. જેમાં કુલ 144 પિલર છે.
મંદિરમાં રામ ભગવાનરૂપે જ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાશે. આ પંડાલની અન્ય એક ખાસિયત એ છે કે તેને આસિફ સહિતના 7 મુસ્લિમ અને 3 હિન્દુ કારીગરોએ સાથે મળીને તૈયાર કર્યો છે.આ વર્ષે સામાજિક કાર્યક્રમના ભાગરૂપે ગાર્ડન ગ્રુપની 4 કાર 10 દિવસ સુધી શહેરના વિવિધ પંડાલોમાં ફરીને રક્ત એક્ત્ર કરશે,જેમાં અંદાજે 500થી 700 બોટલ રક્ત એક્ત્ર કરવાનો લક્ષ્યાંક છે.
ગાર્ડન ગ્રુપ છેલ્લા 12 વર્ષથી રાષ્ટ્રીય કક્ષાની વિવિધ થીમ પર આયોજન કરે છે
અમે સરકારની કોઈ યોજના કે દેશને મળેલી સિદ્ધિ આધારિત થીમ બનાવીએ છીએ.તેથી આ વખતે રામમંદિરની પ્રતિકૃતિ બવાની છે. અમારી એપ્લિકેશન દ્વારા ભક્તો પંડાલના ઓનલાઈન દર્શન કરી શકશે.ગત વર્ષોમાં અમે શહીદ જવાન,મેક ઈન ઈન્ડિયા,ખેલો ઈન્ડિયા,જંગલ બુક,કોરોના વોરિયર્સની થીમ બનાવી હતી,જેમાં મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ પણ મળ્યા છે. :- ગાર્ડન ગ્રુપ મેમ્બર