સુરત : રાજ્યમાં અનલોક-1નો અમલ થઈ ગયો છે.ત્યારે સુરતમાં આજથી રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટ ફરી ધમધમતું થયું છે.રેસિડેન્સીયલ કન્ટેનમેન્ટ ઝોનને અડીને આવેલા બાર માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.રિંગ રોડ વિસ્તારમાં 90 ટકા માર્કેટ આજથી ફરી ધમઘમતું થયું છે. માર્કેટમાં પ્રવેશ કરતા કારીગરોનું થર્મલ સ્ક્રીનીંગ અને સેનીટરાઈઝ કરવામાં આવી રહ્યું છે.કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવતા વેપારીઓ અને કારીગરોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રિંગ રોડ વિસ્તારમાં 90 ટકા માર્કેટ આજથી ફરી ધમઘમતું થયું
વહેલી સવારથી વેપારીઓ અને કારીગરો મર્યાદિત સંખ્યામાં માર્કેટ પહોંચ્યાં હતા.દુકાનને સાફસફાઈ કરી ધંધાની નવેસરથી શરૂઆત કરી હતી.વેપારીઓમાં ધંધા વેપારની શરૂઆતને લઈ ભારે હર્ષની લાગણી જોવા મળી.છેલ્લા ૭૨ દિવસથી બંધ પડેલા ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગને કરોડોનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
મહામારીના કારણે તહેવારોની સીઝનમાં થતા કરોડોના વેપાર પર પાણી ફરી વળ્યું
કોરોનાની મહામારીના કારણે તહેવારોની સીઝનમાં થતા કરોડોના વેપાર પર પાણી ફરી વળ્યું છે.બીજી તરફ માર્કેટમાં શ્રમિકોની અછત પણ સ્પષ્ટ વર્તાશે.લોક ડાઉનના કારણે મોટાભાગના શ્રમિકો પોતાના વતન ઘરવાપસી કરી ગયા છે.દરમ્યાન આગામી રક્ષાબંધન,ત્રિજ્યા,દુર્ગા પૂજા સહિત દિવાળી ના તહેવારો દરમ્યાન નુકશાનીનું સરભર કરવાની આશા વેપારી આલમ સેવી રહ્યું છે.


