By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત રિઝલ્ટ LIVE : શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 7 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ, ‘આપ’નું ખાતું પણ ખૂલ્યું નથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત રિઝલ્ટ LIVE : શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 7 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ, ‘આપ’નું ખાતું પણ ખૂલ્યું નથી
GeneralPoliticsSurat

સુરત રિઝલ્ટ LIVE : શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 7 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ, ‘આપ’નું ખાતું પણ ખૂલ્યું નથી

HM News
Last updated: 23/02/2021 4:36 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સુરત મહાનગરપાલિકામાં 47.14 ટકા જેટલું મતદાન થયું હતું.સુરતમાં એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજૂરાગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાઈ રહી છે.ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ છે.બંને મતગણતરી કેન્દ્રમાં એસવીએનઆઈટીમાં 16 અને ગાંધી એન્જનિયરિંગમાં 14 વોર્ડની મતગણતરી થશે. શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 7 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ, ‘આપ’નું ખાતું પણ ખૂલ્યું નથી.એસવીએનઆઈટી ખાતે પોલીસ મહિલા કર્મચારીને તબિયત લથડતા 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે.

પોસ્ટલ બેલેટથી મતગણતરી શરૂ
શહેરની એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.કર્મચારીઓ અને દૂર રહેતા લોકો જે મતદાન બૂથ પરથી મત ન આપી શક્યા હોય તેવા મતોની સૌ પ્રથમ ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં ભાજપને સૌથી વધુ મત મળ્યા છે.

કાર્યકરો મોટી સંખ્યા ઉમટ્યાં
મહાનગરપાલિકામાં આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં મજબૂતી સાથે ઉતરી છે.જેથી રાજકીય પાર્ટીના કાર્યકરો વહેલી સવારથી જ મતગણતરી સ્થળ પર જમાવડો કરીને ઉભા છે.બન્ને કેન્દ્રની બહાર રાખવામાં આવેલી મોટી એલઈડી પર પોતાના ઉમેદવારોના પરિણામ જોવા માટે રાજકીયા પાર્ટીઓના કાર્યકરોએ ખડે પગે ઉભા છે.

બે વાગ્યા સુધીમાં પરિણામ ક્લિયર થાય તેવી આશા
મતગણતરી માટે અલગ અલગ વોર્ડનું અલગ રીતે કાઉન્ટીંગ થશે. સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ વોર્ડના ઈવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી થશે. જેથી લગભગ બે વાગ્યા સુધીમાં તમામ વોર્ડના પરિણામ આવી જાયતેવી શક્યતા સેવવામાં આવી રહી છે. હાલ તમામ વોર્ડના ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષીત રીતે સીલ કરી દેવામાં આવ્યાં છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે.

પરિણામ અપડેટ જોવા માટે LED સ્ક્રીન લગાવવામાં આવી
મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ,મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ,પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ,લોકરરૂમ,હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ,એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.કોરોનાની ગાઈડલાઈનને લઈ માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે.બંને મતગણતરી કેન્દ્ર પર સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે.બહાર ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી LED સ્ક્રીન પણ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે.

પાર્ટીઓની વિજયોત્સવ ઉજવવાની તૈયારી
સુરતમાં ભાજપનો ઘોડો વીનમાં છે જેથી ભાજપના ઉમેદવારો દ્વારા જીતીની ખુશીને ઉત્સવના સ્વરૂપમાં ઉજવવા માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે.ભાજપના મોટાભાગના ઉમેદવારો દ્વારા મતગણતરી સ્થળથી થોડે દૂરથી જ ખુલ્લી જીપ સહિત રેલી સ્વરૂપે મતદારોનો આભાર માનતા માનતા વોર્ડમાંફરવાની ઈચ્છા હોવાનું જણાવ્યું છે. બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે,આ વખતના પરિણામ ઉલટફેર થવાના છે.અમે પણ જીતની ખુશી ઢોલનગારાથી કરીશું.જ્યારે ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહેલા આમ આદમી પક્ષના નેતાઓએ કહ્યું હતું કે,અમે વિજયી શરૂઆત કરીને પાલિકામાં જવાના હોવાથી અમે મતદારોનો નિર્ણય બમણી ખુશીથી ઉજવીશું.

સૌથી વધુ વોર્ડ નં-19 અને સૌથી ઓછું વોર્ડ નં-21માં મતદાન
આ વખતે કુલ 47.17 ટકા મતદાન નોંધાયું છે.જે ગત વખતની પાલિકાની (2015)ની ચૂંટણી કરતાં 9 ટકા જેટલું વધુ છે. 2015માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 39.63 ટકા મતદાન નોંધાયું હતું.જો કે, ગત વખત કરતાં વધું થયેલા મતદાનને લઈને ભાજપ,કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના તરફી મતદાન થયું હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે.ગત વખત કરતાં વધુ મતદાનને લોકોમાં આવેલી જાગૃતિ પણ ગણવામાં આવી રહ્યું છે.આ વખતે સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 19 આંજણા-ડુંભાલમાં 56.18 ટકા અને સૌથી ઓછુ મતદાન 38.78 વોર્ડ 21 સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદમાં નોંધાયું છે.

મોદીએ ટ્રમ્પ માટે તેમનો પ્રથમ પ્રેમ એટલે કે ભીડની સાઈઝને પસંદ કરી : ન્યૂયોર્ક ટાઇમ્સ
સીઆર પાટીલે કોંગ્રેસ અને આપ પાર્ટીને કૂતરા અને બિલાડા કહ્યા ત્યારે હવે મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો…
AIને કારણે 74% ભારતીયોને સતાવી રહ્યો છે નોકરી ગુમાવવાનો ડર, માઈક્રોસોફ્ટના રિપોર્ટમાં મોટો દાવો
સુરતમાં ગાંજાના નશાનો આદી પુત્ર નિર્વસ્ત્ર થઈ મહિલાઓ પાછળ દોડતો, હાથ-પગ બાંધી હોસ્પિટલ ખસેડાયો
થાણે બાદ નવી મુંબઈમાં પણ ઉદ્ધવ ઠાકરેને ઝટકો, 32 શિવસેના કોર્પોરેટર એકનાથ શિંદેની સાથે
Share This Article
Facebook Email Print
Previous Article આવકવેરા વિભાગે 785 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી
Next Article સુરત રિઝલ્ટ LIVE : શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 12 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ, 3 વોર્ડમાં ‘આપ’ આગળ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up