By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત : લુપ્ત થતી અથાણા બનાવવાની કળાની જગ્યાએ રેડીમેડ સ્ટાઈલથી અથાણા બનાવવાનો ટ્રેન્ડ જોરમાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : લુપ્ત થતી અથાણા બનાવવાની કળાની જગ્યાએ રેડીમેડ સ્ટાઈલથી અથાણા બનાવવાનો ટ્રેન્ડ જોરમાં
GeneralSurat

સુરત : લુપ્ત થતી અથાણા બનાવવાની કળાની જગ્યાએ રેડીમેડ સ્ટાઈલથી અથાણા બનાવવાનો ટ્રેન્ડ જોરમાં

HM News
Last updated: 27/05/2022 7:29 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.27 મે 2022, ગુરૂવાર : હાલના ફાસ્ટ યુગમાં ગૃહણીઓ પાસે સમયનો અભાવ હોવા ઉપરાંત વર્ષોથી ઘરે બનાવવામાં આવતા અથાણાની પરંપરા લુપ્ત થઈ રહી છે.તેમ છતાં હજી સુરતીઓની થાળીમાં અથાણાનું સ્થાન યથાવત રહ્યું છે.ઘણા લોકો ઘરનું અથાણું ખાવાનો જ આગ્રહ રાખતા હોય છે તેના કારણે હાલ અથાણાની સિઝનમાં ઘર અને બહાર બંનેનું મિલન થાય તેવું હાઈબ્રિડ સ્ટાઈલમાં અથાણું બનાવવાનો ટ્રેન્ડ જોરમાં શરૂ થયો છે.લોકો બહારથી કેરી કપાવીને લાવે,અને ગાંધીની દુકાનેથી અથાણાનો સંભાર મસાલો લાવે અને એક દિવસની પ્રોસેસ કરી આખા વર્ષ માટે અથાણું ભરતાં થયા છે.

ભોજનની થાળી ગુજરાતી હોય કે અન્ય પ્રાંતની તેમાં અથાણાનું સ્થાન અચૂક જોવા મળે છે.સમગ્ર ભારતની વાત કરવામાં આવે તો ભારત ભરમાં 150થી વધુ જાતના અથાણા બનાવવામા આવે છે.પરંતુ સુરત અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે કેરીનું અથાણું બનાવવાની પરંપરા ચાલી આવી છે.જોકે,હાલ લોકો પાસે સમય ન હોવા છતાં તૈયાર અથાણાંના બદલે ઘરે બનાવેલું અથાણાનો આગ્રહ રાખે છે તેના કારણે હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિવિધ પ્રકારના અથાણા બનાવવાનો તૈયાર સંભાર(અથાણાનો મસાલો)નું બજાર ગરમાયું છે.

હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે તેની સાથે અથાણાંની સિઝન પર પુરજોશમાં ચાલી રહી છે.સુરતીઓ હાલમાં મુખ્યત્વે મેથીયા અથાણું,ગુંદા કેરી અથાણું,ગોળ કેરી અથાણું સાથે આમ ચસ્કા અથાણું જેવા અથાણા બનાવે છે.હાલ ગૃહણીઓ પાસે સમય ન હોવા છતાં ઘરના લોકો ઘરે બનાવેલા અથાણાનો આગ્રહ રાખતાં હોય ગૃહણીઓ હવે બજારથી બધી સામગ્રી લાવીને ઘરે અથાણું બનાવી રહ્યા છે.આ પ્રકારના અથાણું બનાવનાર શિલ્મા રાજાણી કહે છે,હાલ અથાણાની સિઝન છે તેથી અમે અથાણું તો ઘરે જ બનાવીએ છીએ પરંતુ બધી સામગ્રી બહારથી જ લાવીએ છીએ.હાલ બજારમાં ગાંધીની દુકાનોમાં અથાણાં બનાવવા માટે તૈયાર મસાલા મળે છે તેમાં દરેક વસ્તુ માપસર હોય છે તેથી માત્ર કેરી લાવી અને તેને ઘરે પ્રોસેસ કરીને પરંપરા મુજબ નું અથાણું બનાવી દઈએ છીએ તે અથાણાં નો ઉપયોગ આખુ વર્ષ કરવામાં આવે છે.બજારમાં અથાણાં બનાવવા માટે નો મસાલો તૈયાર મળતો હોવાથી ઘરના ટેસ્ટ નું અથાણું બનાવી શકીએ છીએ.

સંસદભવન પર મુકાયેલા રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહો આક્રમક દેખાય છે: વિપક્ષોનો વિરોધ
ભારતમાં 98 ધનકૂબેર પાસે 50 લાખ કરોડની સંપત્તિ : ઓક્સફામ
ભીમ આર્મીના વિવાદાસ્પદ સ્થાપક ચંદ્રશેખર આઝાદને હુમલાખોરોએ મારી ગોળી : હાલત ગંભીર
અશ્લીલ રેકેટમાંથી થતી આવક સીધી રાજ કુંદ્રાના ખાતામાં ટ્રાન્સફર કરાતી નહોતી, આ રીતે થતો હતો વહીવટ
‘શરમજનક’: આતંકી હુમલાનો શિકાર બાળક પર કોમેન્ટ કરતા સંબિત પાત્રા ફરીવાર નિશાને ચડ્યા
Share This Article
Facebook Email Print
Previous Article કેદારનાથઃ શ્રદ્ધાળુઓના ધસારાએ ઘોડા-ખચ્ચરોને થકવી દીધા, 16 દિવસમાં 60ના મોત
Next Article Быстрые микрозаймы в Астане онлайн
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up