તમો બહાર નીકળો છો ત્યારે પોલીસ તમારા કાગળિયા ચેક કરે છે અને તે વખતે પાછળ ઉભેલા ડોક્ટર નર્સે નો સમય બગડે છે
સુરત, તા. 24 માર્ચ 2020 મંગળવાર
સુરત જિલ્લા કલેકટરે લોકોને બહાર નહીં નીકળવાની સાથે અપીલ કરી છેકે તમે બહાર નીકળો છો અને પોલીસ તમારા કાગળિયા ચકાસે છે ત્યારે પાછળ ઉભેલા ડોક્ટર નર્સનો સમય બગડે છે. શું આપી આવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માગીએ છીએ?
સુરતમાં કોરોનાને લઈને આગામી 31મી માર્ચ સુધી લોક ડાઉન છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ સુરતીલાલાઓ બહાર નીકળી રહ્યા છે. અને આ કારણે પોલીસ સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. આવા સમયે સુરત જિલ્લા કલેકટરે લોકોને વિનંતી કરી છે કે જે લોકો જાહેરનામાનો ભંગ કરે છે.
પોલીસ તેમના કાગળિયા ચકાસે છે ત્યાં સુધી પાછળ લાઇન થઇ જાય છે. આવા કિસ્સામાં પાછળ ઉભેલા ડોક્ટર નર્સ કે આવશ્યક સેવાઓના સ્ટાફ આ બધાના માનવ કલાકો બગડે છે અને કદાચ તેમના સમયસર નહિ પહોંચવાથી કોઈની જીંદગી પણ જઈ શકે છે. શું આપડે આવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માગીએ છીએ.
તેમણે વધુમાં 31 મી માર્ચ સુધી લોક ડાઉનની જાહેરાતનું દ્રઢતાથી પાલન કરીએ એ આપણા હિતમાં છે. સાથે જ સુરત શહેરમાંથી કોઈને પણ બહારગામ નહિ જવા વિનંતી કરાઈ છે. તેમના વાહનો વચ્ચે જ રોકી દેવામાં આવશે.