By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત વરાછામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, 10 ગ્રાહકો અને સંચાલકની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત વરાછામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, 10 ગ્રાહકો અને સંચાલકની ધરપકડ
GeneralSurat

સુરત વરાછામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, 10 ગ્રાહકો અને સંચાલકની ધરપકડ

HM News
Last updated: 09/01/2023 3:43 PM
HM News
2 years ago
Share
SHARE

સુરત, 9 જાન્યુઆરી 2022, સોમવાર : સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે.સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દેવી વ્યાપારનો ધંધો કરનાર સામે વરાછા પોલીસે કાર્યવાહી કરી છે.બોમ્બે માર્કેટ નજીક સ્પાની આડમાં દેહે વ્યાપારનો ધંધો ચલાવનાર કુટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા.જ્યાં વરાછા પોલીસે દેહ વ્યાપાર સાથે સંકળાયેલ પાંચ લલનાઓ,દસ જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 17,650 અને 12 મોબાઈલ જપ્ત કરાયા હતા.પોલીસે ટ્રાફિક ઈમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વરાછામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ

સુરતના વરાછા વિસ્તારના બોમ્બે માર્કેટ પાસે આવેલા તાપ્તી ગંગા માર્કેટમાં વરાછા પોલીસે દરોડા પાડયા હતા.પોલીસને માહિતી મળી હતી કે, તાપ્તી ગંગા માર્કેટમાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો કુટણખાનું ચલાવવામાં આવે છે.જે માહિતીને આધારે વરાછા પોલીસે જુદી જુદી ટીમ બનાવી દરોડા પાડ્યા હતા.વરાછા પોલીસને મળેલી માહિતીના આધારે બોમ્બે માર્કેટ પાસેની તાપ્તી માર્કેટમાં રેડ કરવામાં આવી હતી.દરમિયાન પોલીસને મળેલી માહિતી મુજબ ગેરકાયદેસર દેહ વ્યાપારનો કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું.પોલીસે ત્યાંથી દેહ વ્યાપાર સાથે સંકળાયેલ પાંચ જેટલી લલનાઓ એક સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર સંચાલકની અને ત્યાં આવેલા દસ જેટલા ગ્રાહકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે ટ્રાફિક ઈમોરલ એક્ટ મુજબ ગુનો નોંધ્યો

વરાછા પોલીસે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર રેડ કર્યા બાદ 16થી વધુની ધરપકડ કરી હતી.પોલીસે આ તમામ સામે ટ્રાફિક ઈમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પોલીસે પકડાયેલ તમામ આરોપી પાસેથી રોકડ અને 12 જેટલા મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ સુરતના ડિંડોલીમાં થયેલી યુવકની હત્યા મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.પ્રાથમિક તપાસમાં આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે.આરોપીએ અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું અને આરોપીએ અગાઉ પણ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.મહત્વપૂર્ણ છે કે આરોપીએ CNG પંપ પાસે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરતા પોલીસ દોડતી થઈ હતી.

અમદાવાદના કારંજમાંથી પકડાયેલું જુગારધામ ડોન લતીફનો સાગરિત યુસુફ લપલપ ચલાવતો હોવાનું ખૂલ્યું, પોલીસ સ્ટેશનને મહિને 10 લાખ હપતો મળતો
ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા કૃષિ બિલનો વિરોધ, બિલની હોળી કરવામાં આવી
બુટલેગરોના ધિંગાણામાં મહુવા PSI સસ્પેન્ડ
વીર સાવરકર અંગે ટિપ્પણી પર ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતાને આપી ચેતવણી
વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના સામુહિક આપઘાતથી ચકચાર
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં ફરી એક વાર પાણી કાપ મુકવામાં આવ્યો, જાણો ક્યાં 4 ઝોનમાં પાણીનો કાપ રહેશે
Next Article HM Exclusive : માર્ગ-મકાનનો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up